સ્ટારકિડ્સને પણ તમામ પ્રકારની મહેનત અન્ય કલાકારોની જેમ જ કરવાની હોય છે. ટેલેન્ટ જ દરેકને સફળતા અપાવે છે.સ્ટારકિડ્સની સાથે હમેંશા સગાવાદને જોડવામાં આવે છે. આ તમામ બાબતોની સાથે ઉભરી રહેલી અભિનેત્રી અનન્યા પાન્ડે પોતાના સ્પષ્ટ મત ધરાવે છે. તેના કહેવા મુજબ જે ક્ષેત્રમાં છો તે ક્ષેત્રમાં જરૂરી ટેલેન્ટ જ સફળતા અપાવે છે. તેને કોઇ એમ જ ફિલ્મ મળી ગઇ ન હતી. ઓડિશન પાસ કરી લીધા બાદ જ તેને ફિલ્મ મળી હતી. અનન્યા પાન્ડેએ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે સતત ફિલ્મ કરી રહી છે. હાલમાં તેની પાસે અનેક સારી ફિલ્મ રહેલી છે. તેનુ કહેવુ છે કે તેના પિતા ચંકી પાન્ડે વિતેલા વર્ષોમાં અભિનેતા હતા તે બાબતને લઇને હમેંશા ગર્વ અનુભવ કરે છે. તેમનુ નામ તો હમેંશા તેની સાથે જ રહેનાર છે. પરંતુ કોઇ પણ વ્યક્તિ 2ને એમ સમજી લેવા માટેનુ કોઇ કારણ નથી કે સ્ટાર કિડ્સ હોવાના કારણે વહેલી તકે તક મળે છે. સ્ટાર કિંડ્સ હોવાના કારણે તમામ ચીજો તેની પાસે આવી છે તેમ માનવા માટે પણ કોઇ કારણ નથી. કરણ જોહર જેવા ફિલ્મ નિર્માતા નિર્દેશક સાથે કામ કરીને તે ગર્વ અનુભવ કરી રહી છે.
તેનુ કહેવુ છે કે તેમની ફિલ્મ પણ તેને એમ જ હાથ લાગી ગઇ ન હતી. ઓડિશન પાસ કરી લીધા બાદ જ ફિલ્મ મળી હતી. પોતાની ડેબ્યુ ફિલ્મ અંગે વાત કરતા અનન્યા કહે છે કે કરણ જોહર જેવા મોટા ફિલ્મ મેકરના કારણે પહેલા ભય લાગી રહ્યો હતો. જો કે તેમની હાજરીમાં તેને કોઇ તકલીફ પડી ન હતી. હવે તેમના માટે મેન્ટરવાળી ફિલિંગ આવે છે. તેમની સાથે નાની નાની વાતો શેયર કરી શકાય છે. તેનુ કહેવુ છે કે તે સોશિયલ મિડિયા પર સતત સક્રિય રહે છે. તેના ફાયદા અને નુકસાન બંને રહેલા છે. અહીં ટ્રોલિંગ અને નેગેટિવિટી છે. સોશિયલ મિડિયા પર પોસ્ટ આવ્યા બાદ લાઇક્સને લઇને કેટલાક લોકો ઇશ્યુ બનાવી લે છે. ઓછા લાઇક્સ મળવાની સ્થિતીમાં કેટલાક લોકો મુદ્દા બનાવી લે છે. આ તેમના માનસિક આરોગ્ય પર માઠી અસર કરે છે. ટ્રોલિંગને લઇને અનન્યા પાન્ડે કહે છે કે લોકો પોતાની તરફ ખેંચવા માટે આવુ કામ કરતા રહે છે. તેનુ માનવુ છે કે જો આવા લોકોને ફટકાર લગાવી દેવાના બદલે પ્રેમથી સમજાવી દેવામાં આવે તો લાભ થાય છે. તેનુ કહેવુ છે કે તે આ આધુનિક સમયમાં જન્મી છે. જેથી તેની સાથે હમેંશા મોબાઇલ રહે છે. મોબાઇલ અને લેપટોપ જેવી ચીજો હવે રહેલી છે.
હવે તે થોડાક પ્રમાણમાં કામમાં વ્યસ્ત રહે છે. જો કે તેની સાથે ફોન તો રહે છે. હવે હાલમાં તેની પાસે જે ફિલ્મ છે તે પૂર્ણ કર્યા બાદ ૧૦-૧૫ દિવસ માટે બ્રેક લેવા માટે ઇચ્છુક છે. અનન્યા કહે છે કે ટીવી પર પ્રસારિત કરવામાં આવતા બિગ બોસની તે મોટી ફેન તરીકે છે. તે હાલમાં આ શોના સેટ પર પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. તે ત્યાં સ્પર્ધકો અને બોલિવુડ સ્ટાર સલમાન ખાનને મળી હતી. અનન્યા પાન્ડે બોલિવુડમાં લાંબા સમય સુધી ટેલેન્ટ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે. આના માટે તે મહેનત પણ કરી રહી છે. તેની મુખ્ય સ્પર્ધા હવે તેના સમયની જાન્હવી કપુર, સારા અલી ખાન સાથે રહેલી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અનન્યા ચંકી પાન્ડેની પુત્રી છે.
ચંકી પાન્ડેએ પોતાના સમયમાં એક ચોકલેટી અભિનેતા તરીકેની છાપ ઉભી કરી હતી. તે કેટલીક મોટી ફિલ્મમાં અભિનેતા તરીકે પણ રહ્યો છે. જેમાં ડેવિડ ધવનની આંખે અને એન ચન્દ્રાની તેજાબ ફિલ્મનો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી ચંકીએ પોતાના સમયમાં તમામ મોટા સ્ટાર સાથે ભૂમિકા કરી હતી. જેમાં સની દેઓલ, સંજય દત્ત, જેકી શ્રોફ અને અનિલ કપુરનો સમાવેશ થાય છે. ચંકીએ તેની કેરિયરની શરૂઆત ધર્મેન્દ્રની ફિલ્મ આગ હી આગ સાથે કરી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ત્યારબાદ ચંકીએ કેટલીક મુખ્ય અભિનેતા સાથેની ફિલ્મ કરી હતી. જે સફળ રહી હતી કેટલીક મલ્ટીસ્ટારર ફિલ્મ કરી હતી. જો કે ચંકી લાંબા સમય સુધી ફિલ્મોમાં ટકી શક્યો ન હતો.