કાર્તિકની સાથે સંબંધોને લઇ અનન્યા હાલ બિલકુલ મૌન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : વિતેલા વર્ષોમાં અનેક હિટ ફિલ્મો આપી ચુકેલા અભિનેતા ચન્કી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે બોલિવુડમાં એન્ટ્રી કરે તે પહેલા જ બે મોટી ફિલ્મો મેળવી ચુકી છે. એક ફિલ્મ કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ છે. જેમાં તેની સાથે ટાઇગર શ્રોફ છે. આવી જ રીતે અન્ય એક ફિલ્મ કાર્તિક આર્યન સાથે કરી રહી છે. કાર્તિક સાથે પોતાના સંબંધોને લઇને અનન્યા હાલમાં મૌન દેખાઇ રહી છે. જા કે તેમના સંબંધોને લઇને બોલિવુડમાં ચર્ચા છે. કામના મોરચા પર કાર્તિકની ફિલ્મની વાત કરવામાં આવે તો તે હાલમાં લુકા છુપી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ પહેલી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેની સાથે કૃતિ સનુન નજરે પડનાર છે. બીજી બાજુ અનન્યા કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં કામ કરી રહી છે. જેમાં ટાઇગર શ્રોફ કામ કરનાર છે. આ પિલ્મ ૧૦મી મે ૨૦૧૯ના દિવસે ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે.

આર્યન અને અનન્યા પાન્ડે વર્ષ ૧૯૭૮ની સુપરહિટ ફિલ્મ પતિ પત્નિ ઔર વોની રીમેકમાં સાથે કામ કરી રહ્યા છે તે અહેવાલને ગયા સપ્તાહમાં સમર્થન મળ્યા બાદ કેટલાક નવા અહેવાલ પણ સપાટી પર આવી રહ્યા છે. જે દર્શાવે છે કે કાર્તિક અને અનન્યા પાન્ડે એકબીજા સાથે ડેટ પર છે. હાલમાં કેટલીક વખત બંને સાથે નજરે પડી ચુક્યા છે.  હાલમાં  બંને સાથે કેમેરામાં કેદ થઇ ગયા હતા.  હાલમાં કેટલીક વખત બંને સાથે દેખાયા બાદ હવે ફરી સાથે દેખાયા છે. હવે સોશિયલ મિડિયા પર એક એવો વિડિયો આપ્યો છે જેમાં ફરી એકવાર કાર્તિક અને અનન્યા સાથે નજરે પડી રહ્યા છે. જો કે જ્યારે ફોટોગ્રાફર્સ દ્વારા બંનેને ઘેરી લીધા ત્યારે કાર્તિક પોતાના ચહેરાને છુપાવતો નજરે પડ્યો હતો. તેની સાથે ફિલ્મ નિર્માતા જુનો ચોપડા પણ હતા. પ્રશ્ન એ થાય છે કે કાર્તિક આર્યને આવુ કેમ કર્યુ હતુ. એવુ પ્રથમ વખત બન્યુ નથી જ્યારે કાર્તિક અનન્યા સાથે પહેલી વખત દેખાયો છે. એમ માનવામાં આવે છે કે તે ફિલ્મને લઇને નવા લુકમાં છે. અનન્યા પાન્ડે પાસેથી પણ બોલિવુડમાં સારા પરફોર્મની આશા રાખવામાં આવે છે.બોલિવુડમાં પહેલાથી જ સ્ટાર કિડ્‌સની બોલબાલા રહી છે. જેમાં સંજય દત્ત, સની દેઓલ, કુમાર ગૌરવ, રણબીર કપુર, આલિયા ભટ્ટ, બોબી દેઓલ, અભિષેક બચ્ચન, તુષાર કપુરનો સમાવેશ થાય છે.

વિતેલા વર્ષોથી લઇને હજુ સુધી સ્ટાર કિડસન બોલબાલા રહી છે. હવે સેફ અલીની પુત્રી સારા અલી ખાન પણ એન્ટ્રી કરી ચુકી છે. જે કેદારનાથ અને સિમ્બા નામની બે ફિલ્મમાં કામ કરી ચુકી છે. આવી જ રીતે વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુરનો સમાવેશ થાય છે. આ પહેલા અનિલ કપુરની પુત્રી સોનમ કપુર પણ બોલિવુડમાં સફળતા હાંસલ કરી ચુકી છે. હવે નવી પેઢીમાં સારા, જાન્હવી, અન્યયા કપુર, સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે. નવા નિર્માતા નિર્દેશકો પણ એન્ટ્રી કરી રહ્યા છે.

Share This Article