અનન્યા અને સારાના એક સાથે પોઝે જગાવેલી ચર્ચા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  છ વર્ષ સુધી ડેટિંગ પર રહ્યા બાદ દિપિકા અને રણવીર સિંહે હાલમાં જ લગ્ન કર્યાહતા. લગ્ન બાદ આ બંને હાલમાં પાર્ટીઓમાં વ્યસ્ત રહ્યા છે. ૧૪ અને ૧૫મી નવેમ્બરના દિવસે આ બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સતત પાર્ટી ચાલી રહી છે. પહેલી ડિસેમ્બરના દિવસે રણવીર અને દિપિકાએ ચોથી પાર્ટી કરી હતી. આ છેલ્લી પાર્ટીમાં બોલિવુડમાં અનેક કલાકારો પહોંચી ગયા હતા. આ પાર્ટી મુંબઇમાં આયોજિત કરવામાં આવી હતી. પાર્ટીમાં નવી પેઢીના કલાકારો અને સ્ટાર કિડ્‌સ પણ પહોંચી ગયા હતા.

આ લોકોએ પાર્ટીમાં જારદાર રંગત જમાવી હતી. આ પાર્ટીમાં યુવા પેઢીના કલાકારો છવાયા હતા. પાર્ટીમાં રણવીર સાથે એક ફિલ્મમાં કામ કરી રહેલી સારા અલી ખાન પાર્ટીમાં છવાઇ ગઇ હતી. પાર્ટીમાં ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે અને સારાના ફોટાએ જારદાર ચર્ચા જગાવી છે. બંને ડાન્સ ફ્લોર પર પોઝ આપતી નજરે પડી રહી છે.

બંને અભિનેત્રી હાલમાં પોતાની ડેબ્યુ ફિલ્મની રાહ જાઇ રહી છે.સારા પાર્ટીમાં હાઇનેકની ક્રીમ કલરની ડ્રેસમાં નજરે પડી હતી. તે હાઇ પોઇન્ટ હિલ્સમાં સજ્જ હતી. જ્યારે અનન્યા પાન્ડે સ્ટ્રેપલેસ ડ્રેસમાં જારદાર દેખાઇ રહી હતી. બોલિવુડમાં હાલમાં સ્ટાર કિડ્‌સની એન્ટ્રી થઇ રહી છે. આવી Âસ્થતીમાં આ બંને પર તમામની નજર છે. વિતેલા વર્ષોમાં અનન્યાના પિતા ચંકી પાન્ડે અને સારાના પિતા સેફ અલી ખાને અનેક યાદગાર ફિલ્મમાં ભૂમિકા અદા કરી છે.  તેમની પુત્રીઓ એન્ટ્રી કરે છે.

 

Share This Article