Ananthapur: આંધ્ર પ્રદેશના અનંતપુરમાં એક ધ્રૂજાવી મૂકે એવી ઘટના સામે આવી છે. અહીં એક દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે. જિલ્લાના બુક્કારાયા સમુદ્ર મંડળના કોરાપડુ સ્થિત આંબેડકર ગુરુકુલ સ્કૂલમાં ગર્લ્સ હોસ્ટેલમાં રમતી એક બાળકી ઉકળતા દૂધના ટોપમાં પડી જતાં. તે ખરાબ રીતે દાજી ગઈ હતી, જેમાં તેનું મોત નીપજ્યું છે.
સ્લૂકમાં સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરતી કૃષ્ણાવેણી નામની મહિલાની બાળકી રમતા રમતા રસોડામાં પહોંચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે, બાળકોને આપવા માટે ગરમ દૂધને ઠંડુ કરવા માટે પંખા નીચે રાખવામાં આવ્યું હતુ. બાળકી રસોઈમાં એક બિલાડીની પાછળ પાછળ આવી ગઈ, અને અચાનક ત્યાં રાખેલા ગરમ દૂધના ટોપમાં પડી ગઈ. જેથી તેનું શરીર ખરાબ રીતે દાજી ગયું. આ હચમચાવી નાખે એવી ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.
બાળકીનો ચીસો સાંભળીને તેની માંએ તેને તરત બહાર કાઢી અને અનંતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે કુરનૂલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. અહીં સારવાર દરમિયાન બાળકીનું મોત થઈ ગયું હતુ. આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ હતી. પોલીસે કેસ દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.