અનંતનાગ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર: જમ્મુકાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સેના અને એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં એક કુખ્યાત ત્રાસવાદી ઠાર થયો છે અને અન્ય ત્રણ ત્રાસવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. ઠાર થયેલા ત્રાસવાદી પાસેથી મોતનો મસાલો જપ્ત કરવામાં આવ્યો છે. ગુરૂવારે મોડી રાત્રે રાષ્ટ્રીય રાઇફલના જવાનોએ કોકરનાગની નજીક એક આવાસમાં છુપાયેલા ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ ધર્યુ હતુ.

જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને  ચોથી ઓગષ્ટના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર કરી દેવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બાતમી મળ્યા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે સેનાના જવાનો પહોંચ્યા બાદ ત્રાસવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ થોડાક સમય સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી.

ત્યારબાદ તમામ ત્રાસવાદી ઠાર થયા હતા. તે પહેલા સેનાએ ત્રાસવાદી કમાન્ડરને ઠાર મારી દીધો હતો. આ પહેલા જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લાના બડગામમાં સેના અને સુરક્ષા દળોને હજુ સુધીની સૌથી મોટી સફળતા હાથ લાગી હતી. સુરક્ષા દળોએ ઓપરેશન ઓલઆઉટના ભાગરુપે  પાંચ કુખ્યાત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. છઠ્ઠી મેના દિવસે ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાં હિઝબુલ મુઝાહિદ્દીનના અનેક ટોચના કમાન્ડરો પણ સામેલ હતા. આ ઓપરેશનની સાથે જ બુરહાનવાનીની સમગ્ર ગેંગનો સફાયો થયો હતો.

બુરહાન વાનીને ઠાર કરવામાં આવ્યા બાદ તેના કુખ્યાત ત્રાસવાદીઓ સક્રિય થયેલા હતા પરંતુ મોટુ ઓપરેશન પાર પાડીને કુખ્યાત ત્રાસવાદીઓનો સફાયો કરી દેવામાં આવ્યો હતો.મે મહિનામાં અથડામણમાં હિઝબુલનો કમાન્ડર સદ્દામ અને તેના બે સાથી બિલાલ મૌલવી અને આદિલ સહિત પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સદ્દામને પોસ્ટરબોય તરીકે પણ ગણવામાં આવી રહ્યો હતો. સદ્દામ હિઝબુલનો ટોપ કમાન્ડર હતો અને બુરહાન વાની બ્રિગેડમાં સામેલ રહેલા ત્રાસવાદીઓ પૈકી એક માત્ર જીવિત કમાન્ડર હતો. સદ્દામને ખુબ જ કુખ્યાત આતંકવાદી તરીકે ગણવામાં આવતો હતો.

Share This Article