નવી દિલ્હી : અનંતકુમારના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બેંગ્લોરમાં મોટી સંખ્યામાં દિગ્ગજ લોકોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ દિગ્ગજા ઉપસ્થિત રહ્યા હતા. ચમારાજાપેટ સ્મશાન ગૃહમાં અનંતકુમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અગાઉ અમિત શાહ સહિત પાર્ટી અને કેન્દ્ર સરકારમાં રહેલા પ્રધાનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કર્ણાટકમાં વિપક્ષી પાર્ટીઓના તમામ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અનંતકુમારના અંતિમ સંસ્કારથી પહેલા ભાજપના તમામ નેતાઓ પહોંચ્યા હતા.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા, રાજ્ય સરકારના મંત્રી ડીકે શિવકુમાર, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુરાવ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ નેશનલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા અને અનંતકુમારને પુષ્પાંજલિ આપી હતી. ઉપરાષ્ટ્રપતિએ કુમારના પત્નિ તેજસ્વીની અને તેમના પરિવારના અન્ય સભ્યોને મળીને સંવેદના વ્યક્ત કરી હતી. વેંકૈયા સાથે કુમારના ખુબ સારા સંબંધ હતા. નાયડુ અને તેઓ વિદ્યાર્થી કાળથી જ સાથે રહ્યા હતા. લાંબા સમયથી બિમાર ચાલી રહેલા કેન્દ્રિય પ્રધાન અનંત કુમારનુ ગઇકાલે સોમવારે વહેલી પરોઢે આશરે બે વાગે અવસાન થયુ હતુ. કુમાર કેન્સરના રોગથી ગ્રસ્ત હતા.સારવાર પણ કરાવી રહ્યા હતા.
૫૯ વર્ષીય અનંત કુમારની પહેલા લંડન અને ત્યારબાદ ન્યુયોર્કમાં પણ સારવાર થઇ હતી. ૨૦મી ઓક્ટોબરના દિવસે તેમને બેંગલોર લાવીને પ્રાઇવેટ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.૨૨મી જુલાઇ ૧૯૫૯ના દિવસે જન્મેલા અનંત કુમાર ૧૯૯૬થી બેંગલોર સાઉથ લોકસભા સીટ પરથી સાંસદ તરીકે હતા. મોદી સરકારમાં તેઓ રસાયણ અને ખાતર પ્રધાન તરીકે હતા સાથે સાથે સંસદીય બાબતોના પ્રધાન તરીકે પણ હતા. શરૂઆતની કેરિયરમાં અનંત કુમાર સંઘ સાથે જાડાયેલા હતા. ત્યારબાદ વિદ્યાર્થી રાજનીતિમાં આવી ગયા ગયા હતા. ભાજપ સાથે લાંબા સમયથી જાડાયેલા હતા. બેંગલોર તેમના દિલોદિમાગ પર રહેતા હમેંશા બેંગલોરની સેવામાં રહેતા હતા. અનંતકુમારના સન્માનમાં રાજ્ય સરકારે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. આજે સ્કુલ અને કોલેજા બંધ રહ્યા હતા. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ અનંતકુમારને શ્રદ્ધાંજલિ આપી હતી. બીએસ યેદીયુરપ્પા, નાયબ મુખ્યમંત્રી આર અશોક અને અન્યોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ તેમને મૂલ્યો ઉપર ચાલનાર નેતા તરીકે ગણાવ્યા હતા. કેન્દ્રીયમંત્રી તરીકે દેશના વિકાસમાં તેમની મહત્વની ભૂમિકા હતી.