અનાદે અર્મસ નવી બોન્ડ ગર્લ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ક્યુબામાં જન્મેલી અના દે અર્મસ નવ બોન્ડ અભિનેત્રી તરીકે રહેનાર છે. તેની પસંદગી કરવામાં આવ્યા બાદ બોન્ડ ગર્લને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ક્યુબામાં નેશનલ થિયેટર સ્કુલમાં અભ્યાસ કર્યો છે. તે વર્ષ ૨૦૦૬માં એક સ્પેનિશ ફિલ્મ સાથે ફિલ્મોમાં પ્રવેશી ગઇ હતી. તે ડેનિયલ ક્રેગ સાથે કામ કરી રહી છે તે કોઇ પ્રથમ વખત નથી. તે પહેલા પણ તે ડેનિયલ ક્રેગની સાથે એક ક્રાઇમ ડ્રામાં ફિલ્મ નાઇવ્સ આઉટમાં કામ કરી ચુકી છે. જે આ વર્ષે જ રજૂ કરવામાં આવનાર છે.

અના વર્ષ ૨૦૧૭માં દુનિયાની સૌથી ખુબસુરત મહિલા તરીકે જાહેર કરવામાં આવી હતી. અના પોતાની ખુબ હોટ અને સિજલિંગ ફોટો હમેંશા ઇન્સ્ટાગ્રામ પર મુકીને હમેંશા ચર્ચા જગાવે છે. આગામી બોન્ડ ફિલ્મ માટે ડેનિયલ ક્રેગની સાથે ક્યુબન અભિનેત્રી અના દે અર્મસને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ જેમ્સ બોન્ડની સિરિઝની ૨૫મી ફિલ્મ રહેશે. આ ફિલ્મને પ્રાથમિક ટાઇમટેબલ મુજબ આઠમી એપ્રિલ ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે.

૩૦ વર્ષીય અનાની સાથે આ ફિલ્મમાં રામી મલેક, દાલી બેનસાલા અને લેશના લિન્ચ પણ કામ કરવા જઇ રહ્યા છે. હજુ સુધી આ ફિલ્મનુ ટાઇટલ જારી કરવામાં આવ્યુ નથી.અના દે દ્વારા પોતાની હોલિવુડ ફિલ્મમાં એન્ટ્રી વર્ષ ૨૦૧૫માં રજૂ કરવામાં આવેલી નોક નોક મારફતે કરી હતી. ફિલ્મમાં તેની સાથે કિનુ રિવ્સ જેવા મોટા સ્ટાર હતા. બોન્ડ ફિલ્મ મળવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ અના દે ભારે ખુશ છે. પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર આ અંગેની જાહેરાત અના દ્વારા કરવામાં આવી છે. અનાએ આ બોન્ડ સિરિઝની ફિલ્મના કલાકારો સાથે પોતાનો ફોટો પણ શેયર કર્યો છે.

Share This Article