વૃદ્ધે યુવતીને મદદના બહાને ઘરમાં બોલાવીને કપડાં કાઢી નાંખ્યા, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

Rudra
By Rudra 2 Min Read

વડોદરા : પાદરા પાદરા તાલુકાના એક ગામમાં 20 વર્ષની યુવતીને મદદના બહાને પોતાના ઘેર બોલાવી 60 વર્ષના વૃધ્ધે બળાત્કારનો પ્રયાસ કરતાં યુવતીએ પોતાની આબરૂ બચાવવા ધારદાર ચપ્પુ વૃદ્ધના ગુપ્તાંગ પર મારી ગંભીર ઈજા કરતા વૃદ્ધને સારવાર માટે ખસેડવા પડયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ આ ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતી 20 વર્ષની યુવતીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. ગઇકાલે સવારે ઘેરથી ભેંસોનું વાંસીદુ ભરીને ખેતરમાં નાંખવા માટે ગયા બાદ ત્યાંથી ત્રણ-ચાર ખેતર નજીક આવેલ તલાવડીની પાળે માટી લેવા માટે ગઇ હતી. દરમિયાન તલાવડીની પાળે 60 વર્ષનો ભીખાભાઈ મણીભાઈ ચૌહાણ ઘરની નજીક ઉભો હતો. તેણે યુવતીને બોલાવી કહેલ કે તારુ કામ છે તુ મારા ઘરની અંદર આવ. યુવતી ભીખાભાઈ સાથે તેમના ઘરની અંદર જતા જ ભીખાભાઇએ એકદમ દોડીને ઘરનો દરવાજો બંધ કરી દઈ શરીરે પહેરેલ કપડા પોતે કાઢી નાંખ્યા હતા અને યુવતીને પકડવા માટે જબરજસ્તી કરી હતી. પરંતુ ચપળ યુવતી ભીખાભાઈના હાથમાં આવી ન હતી અને તે ગભરાઇને છટકવા જતી હતી ત્યારે ઘરની અંદર પડેલું ધારદાર ચપ્પુ યુવતીના હાથમાં આવી જતા બચવા માટે યુવતી અને ભીખાભાઈ વચ્ચે ઝપાઝપી થઇ હતી.

દરમિયાન ધારદાર ચપ્પુ નગ્ન ભીખાભાઈના ગુપ્તાંગ ઉપર વાગી જતા લિંગ ઉપરથી લોહી નીકળવા લાગ્યું હતું. ઝપાઝપીમાં ભીખાભાઈનો મોબાઇલ નીચે પડી જતા તે મોબાઇલ લઇને યુવતી ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળી બૂમાબૂમ કરી હતી. પરંતુ ઘટનાસ્થળે કોઈ હાજર ન હોય યુવતી રોડ પર પહોંચીને પોલીસને ફોન કરી પોતે હરસિધ્ધિ માતા મંદિરે જતી રહી હતી. ઉપરોક્ત વિગતો અંગેની ફરિયાદ વડુ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article