ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ૨૫ વર્ષથી અવિરતપણે ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત છે અને હવે સમ્રગ ભારતમાં તેમનો કાર્ય વિસ્તાર કરી રહ્યું છે. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, બાળ અને મહિલાઓના વિકાસ માટે સતત પ્રયાસ કરે છે. ૧૯૭૫માં મોઝામ્બિકે ૪૦૦ વરસની ગુલામી પછી પોર્ટુગિઝ શાસનમાંથી સ્વતંત્રતા મેળવવા છતાં ઘણા પ્રમાણમાં અલ્પવિકસિત દેશ છે. દેશનું અર્થતંત્ર ખેતી, ખાદ્ય પદાર્થો બનાવવાના, રસાયણ, કુદરતી ગેસ આધારીત અને પ્રવાસન પર આધાર રાખે છે. મોઝામ્બિક વિશ્વના પછાત અને ગરીબ દેશોમાંનો એક છે અને માનવ વિકાસ આંકમા અન્ય દેશોની સરખામણીમાં ઘણો પાછળ છે. મોઝામ્બિકને વિકસતિ દેશ બનાવવા માટે ભારતના યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુબ જ મોટા પ્રમાણમાં આર્થિક સહાયની સાથે અન્ય સહાય પણ કરી રહ્યા છે.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને યુવાનોમાં આર્થિક વિકાસમાં માટે ઉદ્યોગસાહસિકતા તાલીમ મારફતે ગ્રામીણ વિકાસ અને ક્લસ્ટર વિકાસને ટેકો આપવાના આશયથી એમઓયુ કરવામાં આવ્યું હતું.વાઇબ્રન્ટ ગુજરાત 2024 માં મોઝામબીકના ઉદ્યોગ અને વેપારના મંત્રી શિલ્વી નો ઓગસ્ટે જોસ મોરેનોની હાજરીમાં ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ વતી ડો. મયુરભાઈ જોષી અને મોઝામ્બિક ચેમ્બર ઓફ કોમર્સ વતી અલ્વારો માસિંગ્યુએ મોઝામ્બિક દેશમાં યુવાનોના સ્કીલ ડેવલોપમેન્ટ અને ક્લસ્ટર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવ્યું. મોઝામ્બિક ચેમ્બર ઓફ કોમર્સ ભારતના વડા ડો. ઉમેશ મેનન પણ ઉપસ્થિત હતા.
આ પ્રસંગે મોઝામ્બિક દેશના વિવિધ અધિકારીઓ ગિલ બિરેસ, મહાનિર્દેશક, મોઝામ્બિક રોકાણ અને નિકાસ પ્રમોશન એજન્સી, જેમે રોબર્ટો ચિસીકો, રાષ્ટ્રીય નિર્દેશક, કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય, ડેમિયો વિક્ટર નમુએરા, રિન્યુએબલ એનર્જી વિભાગના વડા.ખનિજ સંસાધન અને ઊર્જા મંત્રાલય અને એચ.ઇ. ફર્નાન્ડો ઓઆના રાષ્ટ્રીય નિર્દેશક,પરિવહન અને સંચાર મંત્રાલય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાંજે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટી ડો. મયુરભાઈ જોષીએ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપે જેસિન્ટો ન્યુસી દ્વારા હોટેલ લીલા ખાતે આયોજિત રાત્રી ભોજનમાં હાજરી આપીને એમઓયુ દ્વારા મોઝામ્બિકના વિકાસમાં યોગદાનની બાંહેધરી આપી હતી.