શરમ કરો શરમ… ધારાસભ્યનું વિધાનસભામાં સડકછાપ વર્તન, અધ્યક્ષે કહ્યું – “હું કોઈનું અપમાન કરવા નથી માંગતો”

Rudra
By Rudra 2 Min Read

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એક એવી ઘટના બની હતી જેના કારણે સૌ કોઈ આશ્ચયર્માં પડી ગયા હતા. ગૃહની કાયર્વાહી શરૂ થતાં પહેલાં એક ધારાસભ્યએ પાન મસાલો ખાઈને ગૃહના હૉલમાં થૂંક્યું હતું. જેના પર વિધાનસભા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી અને આ ઘટનાને શિસ્તભંગ કરાર કરી હતી.

ઉત્તર પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ ગૃહમાં મંગળવારની કાયર્વાહી શરૂ થતાં સૌથી પહેલાં કહ્યું હતું કે, “મને આજે સવારે જાણવા મળ્યું કે આપણા વિધાનસભા સભાગૃહમાં એક માનનીય સભ્યએ પાન મસાલા ખાધા અને પછી તેની અસરથી સ્થળને ગંદું કર્યું. જ્યારે હું પહોંચ્યો ત્યારે મેં તે જગ્યાને સ્વચ્છ કરાવી. આ ઘટના CCTV ફૂટેજમાં પણ જોઈ શકાય છે, પરંતુ હું કોઈનું વ્યક્તિગત રીતે અપમાન કરવા નથી ઈચ્છતો, તેથી નામ જાહેર નથી કરી રહ્યો.” તેમણે વધુમાં તમામ સભ્યોને અપીલ કરી કે જો તેઓ કોઈ સાથી ધારાસભ્યને આવું કરતા જુએ તો તેમને રોકવાનો પ્રયાસ કરે, જેથી ગૃહની ગરિમા જળવાઈ રહે.

સાથેજ વિધાનસભા અધ્યક્ષે આ મુદ્દે ગંભીરતા દર્શાવતા કહ્યું, “આપણે બધાએ સમજવું જોઈએ કે આ વિધાનસભા ફક્ત મારી કે એક વ્યક્તિની નથી. આ ૪૦૩ સભ્યોની સંયુક્ત જવાબદારી છે અને તે ઉત્તર પ્રદેશના ૨૫ કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્થળને સ્વચ્છ અને પવિત્ર રાખવાની જવાબદારી આપણા બધાની છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ ઘટનામાં સામેલ સભ્યનું નામ લેવાનું ટાળી રહ્યા છે, પરંતુ તેમને અપેક્ષા છે કે જેમણે આ કૃત્ય કર્યું તે પોતાની જાતે આગળ આવીને તેમને મળશે અને પોતાની ભૂલ સ્વીકારશે.

વધુમાં આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘જેણે પણ આ કૃત્ય કર્યું છે, તેની ઓળખ થઈ ગઈ છે. જો આ સ્વયં આગળ આવીને પોતાની ભૂલ સ્વીકારે છે તો ઠીક છે નહીંતર મારે તેને બોલાવવું પડશે. આ સિવાય હું તમામ સભ્યોને અપીલ કરૂ છું કે, જો કોઈ ધારાસભ્ય આ પોતાના સાથીને આ પ્રકારનું કૃત્ય કરતા જુએ છે તો તેને તુરંત આવું કરતા રોકે, આ ગૃહ આપણાં બધાંની મયાર્દા અને ઉત્તર પ્રદેશની જનતાની આસ્થાનું કેન્દ્ર છે. તેને સ્વચ્છ અને સન્માનજનક બનાવી રાખવું આપણી જવાબદારી છે.’

Share This Article