સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પલસાણા તાલુકામાં એક અજાણ્યા વ્યક્તિએ એક માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આમ સુરતમાં હવે યુવતીઓ તો ઠીક બાળકીઓ પણ સલામત નથી.
સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પલસાણા તાલુકામાં એક અજાણ્યા વ્યક્તિએ એક માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આમ સુરતમાં હવે યુવતીઓ તો ઠીક બાળકીઓ પણ સલામત નથી. આ કિસ્સામાં મળતી માહિતી મુજબ વ્યક્તિ ઘરની બહાર રમતી છોકરીનો હાથ પકડીને તેને લઈ ગયો, ત્યારબાદ છોકરી તેના ઘરે પાછી આવી અને રડવા લાગી. જ્યારે માસૂમ છોકરી રડવા લાગી, ત્યારે તેના માતાપિતાને કંઈક અજુગતું લાગ્યું અને તેઓ છોકરીને હોસ્પિટલ લઈ ગયા. જે બાદ ખબર પડી કે બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારે કડોદરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી. જે બાદ કડોદરા પોલીસને આ અંગે માહિતી મળતાં પોલીસ કાફલો પલસાણ ગામ પહોંચ્યો હતો. કડોદરા પોલીસે હવે છોકરીના માતા-પિતાના નિવેદન લીધા બાદ તપાસ શરૂ કરી છે. જેમાં છોકરીને લઈ જનાર વ્યક્તિ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ત્યારબાદ કડોદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી.