અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેસનની હદમાં આવેલા ફતેવાડી, જુહાપુરા સહિતના વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સુલતાન ખાન પોતાની ગેંગ ચલાવતો હતો. આ ગેંગના શખ્સો સામાન્ય લોકો પાસે ખંડણી ઉઘરાવવી, સરકારી કે સામાન્ય લોકોની જમીનો પડાવી લેવી, અપહરણ કરી માર મારવો, જુગાર- સટ્ટો ચલવાતા અને મહિલાઓની છેડતી કરતા હતા. આ માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી લાંબા સમયથી થતી ન હતી. આખરે સેકટર ૧ ના જોઇન્ટ કમિશનર રાજેન્દ્ર અસારી અને ઝોન- ૭ના ડીસીપી પ્રેમસુખ ડેલુને મળતા તેમને આ ગેંગની રજેરજની માહિતી એકઠી કરી હતી. આખરે લોકોની ફરિયાદ લઇ અને તેમના પર કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. સુલતાન અને તેના ખજાનચી તરીકે ઓળખતા બકુખાન ઉર્ફે બક સૈયદની સામે પોલીસે ગુજસીટોક સહિતના અલગ અલગ ગુના નોધ્યા હતા. તેમની ધરપકડ કરી તેમના સામે કડક પગલા ભર્યા હતા. અગાઉ પોલીસે નજીર વોરના ગેરકાયદે બાંધકામો અને સરકારી જમીન પર કબ્જા દુર કર્યા હતા.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સુલતાન ગેંગના ખચાનજી તરીકે બકુખાન કામ કરતો હતો. તે આ બિલ્ડીંગમાં બેસી ગેરકાયદે કામોને અંજાણ આપતો હતો. તેની સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે. આ બિલ્ડીંગ ગેરકાયદે હોવાથી તેને તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઇ છે.આ વિસ્તાર સિવાય અન્ય કોઇ પણ વિસ્તારમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો દુર તો ઠીક કાર્યવાહી પણ કરાતી ન હોવાની ચર્ચા છે. પોલીસ ડ્રોનના માઘ્યમથી પણ સક્રીય બની હતી. આસપાસના વિસ્તારમાં ટોળા ભેગા ન થાય તે માટે ડ્રોનથી નજર રાખવામાં આવી હતી.
અમદાવાદના મોટાભાગના તમામ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો છે. તેમ છતાં શહેરના ઝોન-૭ વિસ્તાર એટલે કે, વેજલપુર, જુહાપુરા, ફતેવાડી સહિતની જગ્યાઓ પર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે અને ગુનેગારો પર કાર્યવાહી કરી તેમની આર્થિક કમર તોડવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના તમામ વિસ્તારમાં ગુનેગારોના અઢળક બાંધકામો આવેલા છે તેમ છતાં તેમના પર કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. તે ચર્ચાનો વિષય બન્યો છે.અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં આવેલા ફતેવાડી વિસ્તારમાં આવેતા કોમન પ્લોટમાં નોમાન પાર્ક ખાતેની ગેરકાયદે બિલ્ડીંગને પોલીસ અને એએમસીએ સાથે મળીને તોડી પાડી હતી. ગેરકાયદે કબજે કરાયેલી આ બિલ્ડીંગ કુખ્યાત સુલતાન ગેંગના ખચાનચી તરીકે ઓળખાતા બકુખાન ઉર્ફે બક સૈયદની હતી. અહીં ગેંગના સભ્યો બેસીને એટલે કે ઓફિસ પર બેસીને ગુનાહિત ક્રૃત્ય આચરતા હતા. આસપાસના લોકો પણ બકુખાનથી ડરતા હતા. આ અંગે સેક્ટર એકના જોઇન્ટ કમિશનર રાજેન્દ્ર અસારી અને ઝોન ૭ ડીસીપી પ્રેમસુખ ડેલુને ફરિયાદ મળતા આખરે અમદાવાદ કોર્પોરેશનને સાથે રાખી બિલ્ડિંગને તોડવાની તજવીજ હાથ ધરાઇ હતી.જેને સાંજ સુધીમાં સંપૂર્ણ રીતે જમીનદોસ કરી દેવામાં આવશે.