અમદાવાદ ટાઈમ્સ ફેશન શો સીઝન 2 ની આકર્ષક શરૂઆત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ધ અમદાવાદ ટાઇમ્સ ફેશન શો (ATFW) સિઝન 2, ધ ટાઇમ્સ ગ્રૂપની પહેલ અને શહેરની સૌથી મોટી ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા, બુધવારે ગ્લેમરસ અને સ્ટાર્સથી ભરપૂર શરૂઆત થઈ.

ATFW સીઝન 2 ના ઉદઘાટન દિવસે ફેશન ઉદ્યોગમાંથી નોંધપાત્ર પ્રતિભા દર્શાવવામાં આવી હતી. જ્યા પ્રેક્ષકોએ વિઝ્યુઅલ ( આંખોદેખી ) મિજબાની માણી હતી. કારણ કે જાણીતા સેલિબ્રિટીઓએ રનવે પર હાજરી આપી હતી.

સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન દ્વારા રજૂ કરવામાં આવેલા ઓપનિંગ શોના શોસ્ટોપર તરીકે ફિલ્મ અને ટીવીના હાર્ટથ્રોબ, રજનીશ દુગ્ગલે દિલ ચોરી લે તેવું પરફોર્મેન્સ આપ્યું. તો અભિનેત્રી અને મૉડલ ટીના દત્તાએ દિવસના બીજા શૉમાં અમિત ભારદ્વાજ દ્વારા મીયામી ફેશન માટે રેમ્પ પર દિલધડક વોલ્ક કર્યું હતું.

ATFW સીઝન 2 ના પ્રથમ દિવસે પ્રખ્યાત અભિનેતા અને હોસ્ટ રાજીવ ખંડેલવાલે જેડ બ્લુ દ્વારા પ્રસ્તુત ફેશન શોમાં રનવે પર પોતાના અનોખા અંદાજ સાથે દેખાયા.

ATFW સિઝન 2 ના ઉદઘાટનના દિવસે ફેશન શો ડિઝાઇનર્સ અને ડિઝાઇન સ્ટુડિયોની અદભૂત લાઇનઅપ સાથે ઇવેન્ટ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી હતી. આ સિઝન શૈલી નવીનતા અને સર્જનાત્મકતાના સારને અપનાવીને અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરતી રહી હતી.

ATFW સિઝન 2 શીતલ ઘરાના દ્વારા પ્રાયોજિત છે, જે શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વૈભવી રહેણાંક પ્રોજેક્ટ્સનો પર્યાય છે.

Share This Article