જમ્મુ-કાશ્મીરના ડોડામાં ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૯ માપવામાં આવી છે. સવારે ૫.૩૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિમીની ઉંડાઈએ હતું. આની થોડીવાર બાદ ૫:૪૩ વાગ્યે ચિનાબ ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૨ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં સવારે બે વાર ધરતી ધ્રૂજી. પરંતુ હજુ સુધી બંને જગ્યાએ કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાનના સમાચાર નથી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં મોડી રાત્રે ધરતી ધ્રૂજી ઉઠી હતી. અહીં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ૧૮૦ કિમીની ઊંડાઈ પર હતું. આંદામાન અને નિકોબારમાં પણ ગઈકાલ રવિવારે રાત્રે લગભગ ૮ વાગે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૩ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ૭૦ કિલોમીટરની ઊંડાઈએ હતું.

Share This Article