નવી દિલ્હી : ભારતે ફરી એકવાર પાકિસ્તાનની સામે ત્રાસવાદની સામે કોઇ કાર્યવાહી ન કરવાન આરોપ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારે કહ્યુહતુ કે જો પાકિસ્તાન નવા પાકિસ્તાનનો દાવો કરે છે તો પાકિસ્તાને ત્રાસવાદીઓ સામે નવા પગલા પણ લેવા જોઇએ. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન સતત જુઠ્ઠાણા ફેલાવીને વૈશ્વિક સમુદાયને ગેરમાર્ગે દોરે છે. હવે પાકિસ્તાને ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયની વાત માનીને ત્રાસવાદી સંગઠન સામે પગલા લેવા જાઇએ. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ છે કે પાકિસ્તાન હજુ પણ ખોટા નિવેદન કરે છે કે તેના દ્વારા એક નહીં બે ભારતીય ફાઇટર જેટ વિમાનો તોડી પાડ્યા છે.
પાકિસ્તાનનો દાવો છે કે તેની પાસે આના વિડિયો દાવા પણ છે. તેમણે કહ્યુ છે કે જા પાકિસ્તાનની પાસે જા આવા કોઇ પુરાવા છે તો મિડિયાની સામે કેમ પુરાવા અપાતા નથી. રવિશ કુમારે કહ્યુ છે કે અમારી પાસે આ બાબતના નક્કર પુરાવા છે કે ભારતની સામે સૈન્ય કાર્યવાહી કરવા માટે એફ-૧૬ વિમાનનો ઉપયોગ કર્યો હતો. કુમારે કહ્યુ હતુ કે અમે અમેરિકાને કહી ચુક્યા છીએ કે એફ-૧૬ વિમાનનો ઉપયોગ કરવાના પાકિસ્તાનના કૃત્યમાં તપાસ કરવામાં આવે. પાકિસ્તાને આ વિમાનોનો ઉપયોગ કરીને તમામ નિતિ નિયમોનો ખુલ્લો ભંગ કર્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ છે કે પાકિસ્તાનના જુઠ્ઠાણાના સતત પર્દાફાશ થઇ રહ્યો છે. પાકિસ્તાની આર્મીના પ્રવકતાએ અગાઉ કહ્યુ હતુ કે તેમના દેશમાં જેશની હાજરી નથી. જો કે તેમના વિદેશ પ્રધાને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેઓએ પુલવામાં હુમલામાં જેશના લીડર પાસેથી પુરાવા માંગ્યા છે. સંઘર્ષની સ્થિતી અંગે રવિશ કુમારે કહ્યુ હતુ કે ભારત તરફથી તંગદીલી ઘટાડી દેવાનો કોઇ પ્રશ્ન નથી. કારણ કે ભારતે ક્યારેય તંગદીલી વધારી નથી.