
૨ સાથી વિદ્યાર્થીઓ વીડિયો બનાવી ૧ વર્ષથી બ્લેકમેલ કરતાં હતાં
બનાસકાંઠા,: રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી હોય તેવા કિસ્સાઓ ધ્યાનમાં આવી રહ્યાં છે. બનાસકાંઠાના ડીસામાં સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ધોરણ-૯માં અભ્યાસ કરતા સગીર સાથે સામૂહિક સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્યની ફરિયાદ નોંધાઈ છે. ૨ સાથી વિદ્યાર્થીઓએ સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય આચર્યું છે. સગીરનો વીડિયો બનાવી ૧ વર્ષથી બ્લેકમેલ કરવામાં આવતો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ૧ સગીર અને રાહુલ મોદી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે કૃત્ય અંગે ફરિયાદ નોંધી સગીર અને રાહુલ મોદી નામના શખ્સ સામે ગુનાની કલમો લગાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે જણાવીએ કે, વર્તમાનમા વિકૃત માનસિક્તાના કારણે વિવિધ ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે જે માનવ સમાજ માટે ચિંતાનો વિષય છે.