પાકિસ્તાનમાં મદરેસામાં ભણવા ગયેલા વિદ્યાર્થી સાથે બે મૌલવીનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પાકિસ્તાની પોલીસે પૂર્વી પંજાબ પ્રાંતના એક ધાર્મિક સ્કૂલમાં ૧૦ વર્ષના વિદ્યાર્થી સાથે કથિત રીતે બળાત્કાર કરવાના આરોપસર બે મુસ્લિમ મૌલવીની ધરપકડ કરી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. ખાનેવાલા જિલ્લા પોલીસના એક પ્રવક્ત ઇમરાન ચૌધરીએ જણાવ્યુ હતુ કે, આ ઘટના શનિવારે બની હતી. જ્યારે વિદ્યાર્થીના કાકા તેને મળવા ગયા અને સ્કૂલના એક રૂમમાં મૌલવી તેની સાથે બળાત્કાર કરતો હતો, જ્યારે અન્ય એક મૌલવી રાહ જોતો હતો. ઇમરાને કહ્યુ કે, છોકરાના કાકાએ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં લખાવ્યું હતું કે, ૧૦ વર્ષના બાળક સાથે મદરેસામાં બે મૌલવીએ યૌન શોષણ કર્યુ હતુ. તે છેલ્લા એક વર્ષથી ત્યાં ભણતો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ બંને શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. છોકરો આઘાતમાં અને શારીરિક રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પોલીસે એક રિપોર્ટરને તપાસ મામલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મૌલવી સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવી નથી. પોલીસે કહ્યુ કે, બંને લોકોને હજુ કાયદેસર રીતે આરોપી જાહેર કરવામાં આવ્યા નથી. પાકિસ્તાનમાં ધાર્મિક સ્કૂલોમાં બાળ યૌન શોષણના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને માતા-પિતા સહિત સંબંધીઓની ફરિયાદને આધારે મૌલવીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. મે ૨૦૨૦માં ધ એસોસિએટ પ્રેસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આખા પાકિસ્તાનમાં મદરેસા કે અન્ય ધાર્મિક સ્કૂલોમાં ભણાવવાવાળા ઇસ્લામી મૌલવીઓ પર યૌન શૌષણ, ઉત્પીડન, બળાત્કાર અને શારીરિક શોષણના કેટલાય કેસ પોલીસમાં નોંધાયા છે. મદરેસામાં ભણતા કેટલાય બાળકો ગરીબ છે.

Share This Article