રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આજે સુરતમાં અલગ – અલગ વિસ્તારોમાં બે અકસ્માતની ઘટના બની છે. આજે સુરતમાં સીટી બસની ટક્કરે ૧૮ વર્ષના યુવકનું મોત નિપજ્યુ છે. પોલીસને જોઈને ભાગેલા યુવકોને સીટી બસે ટક્કર મારી હતી. બાઈક પર સવાર ત્રણ મિત્રો પોલીસને જોતા જ ડરીને ભાગતા સીટી બસે ટક્કર મારી હતી. બસચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.તો બીજી તરફ આજે સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઈક સવાર બે યુવકોના મોત નિપજ્યા છે. અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારી ફરાર થઈ ગયા હતા. બંને યુવક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવ્યા છે. આ બંને મૃતક યુવકો ઇચ્છાપોર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more