અમદાવાદ : ૨૨ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવવાની છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવનકારી અવસર માટે ગુજરાતના કરોડો ભક્તોમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે , ત્યારે હવે ગુજરાતમાં બનેલા વિશેષ નગારા અને અજયબાણ પણ રામ મંદિરની શોભા વધારવા જઇ રહ્યા છે.રામ મંદિર માટે ગુજરાતમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવીને અયોધ્યા મોકલવામાં આવી છે. અંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા ૧૧ કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ બનાવી અંબાજી ખાતે લાવવામાં આવ્યું છે. જે અજયબાણને ગબ્બર ગઢ ઉપર લઇ જવાયું હતું અને અજયબાણની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. મહત્વનું છે કે અંબાજી સાથે ભગવાન શ્રીરામનો જૂનો સંબંધ છે. કેમ કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામને શ્રીંગી ઋષિએ માતાજીની આરાધના કરવા કહ્યું હતું અને માતાજીએ પ્રસન્ન થઇ રાવણનો વધ કરવા માટે અજયબાણ આપ્યું હતું, આ એ જ અજયબાણની પ્રતિકૃટ્ઠિત છે.
ક્યાંક તમે તો નકલી ઘી ખરીદીને ઘરે નથી લઈ જતાને?
પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી...
Read more