ખુબસુરત એમી જેક્સન હાલ સગર્ભા છે : રિપોર્ટમાં ધડાકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડ અને દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી સેક્સી સ્ટાર એમી જેક્સન હાલમાં સગર્ભા છે અને પોતાની કાળજી જારદાર રીતે લઇ રહી છે. મિડિયામાં આવેલા હેવાલને એમી જેક્શને પોતે સમર્થન આપ્યુ છે. એમીએ કહ્યુ છે કે તે પોતાના બોયફ્રેન્ડની સાથે આ સમય ભારે ખુશ છે. જા કે એમી જેક્સન સોશિયલ મિડિયા પર હમેંશા ચમકતી રહે છે. પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાઓ એમી જેક્સન સતત મનુકીને ચાહકોમાં ચર્ચા જગાવે છે. હવે તે સગર્ભા હોવાના કારણે કેટલા સમય સુધી કોઇ પ્રોજેક્ટમાં નજરે પડનાર નથી. તે ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટને હાલમાં પડતા મુક્યા છે.

એમી જેક્સન ફિલ્મો કરતા સોશિયલ મિડિયામાં વધારે છવાયેલી રહે છે. પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોના કારણે તેની ચર્ચા હમેંશા રહે છે. પોતાના ફોટા અને વિડિયોના કારણે તે હમેંશા ચર્ચા જગાવ છે. થોડાક દિવસ પહેલા જ તેનો વિડિયો સપાટી પર આવ્યા બાદ ભારે ચર્ચા રહી છે. એમી હાલના સમયમાં સગર્ભા છે. તે પોતાની કાળજી ખાસ રીતે લઇ રહ છે. એમીએ હવે એક વિડિયો જારી કરીને ફરી ચર્ચા જગાવી છે.જેમાં તે બ્લેક કલરના ટુ પીસમાં બિકીનીમાં ગોલ્ફ રમતી નજરે પડી રહી છે.

વિડિયોમાં એમીના બેબી બંપને જાઇ શકાય છે. જા કે તે હજુ પણ ખુબ હોટ લાગી રહી છે. એવા સમાચાર પણ મળી રહ્યા છે કે તે આગામી વર્ષે પોતાના બોયફ્રેન્ડની સાથે ગ્રીસમાં લગ્ન કરી લેશે. એમી છેલ્લે રજનિકાંતની સુપરહિટ ફિલ્મ ટુમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર ધુમ મચાવવામાં સફળ રહી હતી. એમી પાસે સતત સારા કામ આવતા રહે છે.

Share This Article