મહિલાઓની ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (IWD) (8 માર્ચ) ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની થીમ #BreakTheBias ને અનુરૂપ દેશની અગ્રણી FMCG ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાંથી એક એમવે ઇન્ડિયાએ સૌના માટે સમાન ભવિષ્ય માટેની પોતાની કટિબદ્ધતાને આગળ વધારી છે. સમગ્ર ભારતમાં કંપની દ્વારા સંખ્યાબંધ મહિલા કેન્દ્રી કાર્યક્રમોનું આયોજન કરીને દેશભરમાં IWDની ઉજવણીઓ કરવામાંનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ મહિલા એમવે ડાયરેક્ટ સેલિંગ પાર્ટનરો (ADS પાર્ટનરો) અને સંભવિત મહિલા ઉદ્યોગસાહસિકોને કૌશલ્ય દ્વારા અને શક્ય હોય તેવી વૃદ્ધિની તકો પૂરી પાડીને તેમની ઉદ્યમશીલતાની સફરમાં સહકાર આપીને મહિલાઓ માટે સર્વસમાવેશી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંગે ટિપ્પણી કરતા એમવે ઇન્ડિયાના CEO અંશુ બુધરાજાએ જણાવ્યું હતું કે, “મહિલા કાર્યદળોની સમાન રજૂઆત સાથે વિવિધતા વ્યવસાયિક વિકાસને ચલાવવા માટે અમારી મુખ્ય એન્ટરપ્રાઇઝ લાક્ષાણિકતાઓમાંથી એક છે. તાજેતરમાં મહિલાઓના કામ માટેના ભવિષ્ય અંગે હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર, ગીગ ઇકોનોમી વધુ મહિલાઓને તેમાં સમાવવા માટે અને કાર્યદળમાં તેમની સહભાગીતા વધારવા માટે અનેકગણી સંભાવનાઓ ધરાવે છે, જે FMCG ક્ષેત્રમાં એકંદરે મહિલાઓની રોજગારીમાં 41%નો વધારો સૂચવે છે. અમારા પ્રયાસો આ વર્ષની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ #BreakTheBias ને અનુરૂપ છે જેમાં રૂઢીવાદ અને ભેદભાવ વગરની દુનિયાનું નિર્માણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સર્વસમાવેશીતા અને સૌના માટે સમાન તકોની તકફેણ કરવાના એમવેના પ્રયાસો, અમારા મૂળભૂત DNAમાં છે. હું માનુ છુ કે, મહિલા ઉદ્યોગસાહસિકો ભારતમાં એમવેના ભવિષ્ય માટે મુખ્ય ભૂમિકામાં છે અને મહિલાઓ તેમના આર્થિક ભવિષ્ય માટે પોતે જવાબદારી સંભાળી રહી હોવાનું જોવા મળે તે પ્રોત્સાહક બાબત છે, અને અમારા 60% કરતાં વધારે ડિસ્ટ્રિબ્યુટરો મહિલાઓ છે એ તથ્ય આ વાતનો પુરાવો છે. વધુમાં, અમારી અજોડ ઉદ્યમશીલતાની તકોની મદદથી, અમે સમગ્ર દેશમાં અમારી લાખો મહિલા ADS પાર્ટનરોને પ્રેરણા આપી છે, તેનાથી મહિલાઓની ખૂબ સારી સહભાગીતા થઇ શકી છે.”
આ પ્રસંગનું વર્ણન કરતા એમવે ઇન્ડિયાના ઇસ્ટ અને વેસ્ટ પ્રદેશના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ચંદ્ર ભૂષણ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, “દેશના આર્થિક વિકાસમાં મહિલાઓ આજે મૂળભૂત ચાલકો છે તે અનિવાર્ય છે. અમારી બહુવર્ષીય દૂરંદેશીને અનુરૂપ આ મહિલા દિવસે, અમે અમે અમારી વ્યૂહાત્મક પહેલો દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટેના અમારા પ્રયાસો એકધારા ચાલુ રાખીશું, જે મોટાભાગે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત ગીગ ઇકોનોમી માટે મજબૂત પાયાનું સર્જન કરશે. આ સંભાવનાને પારખીને, એમવે લાંબા સમયથી દેશમાં મહિલા ઉદ્યોગસાહસિકતાને મજબૂત બનાવવા માટે તેમના સમર્થનમાં તરફેણ કરી છે. આપણે મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા હોવાથી, અમે ‘બાય ધ વુમન ફોર ધ વુમન અભિયાન’, ‘અનટોલ્ડ સ્ટોરીઝ’ અને ‘વન્ડર વુમન- આજની મહિલા માટે તકો’ જેવા કાર્યક્રમોની કલ્પના કરી છે જે મહિલા ડાયરેક્ટ સેલિંગ પાર્ટનર્સના પુનઃકૌશલ્ય/કૌશલ્ય વૃદ્ધિ પર અને તેમને સહિયારા જુસ્સા પર સમુદાયોનું નિર્માણ કરીને તેમના વ્યવસાયમાં વિસ્તરણ કરવા માટે તેમને સમર્થ બનાવવા પર ભાર મૂકે છે.”
એમવેની બહુવર્ષીય વિકાસ વ્યૂહનીતિના ભાગરૂપે, એમવે ઇન્ડિયા પોતાની માલિકીનો વ્યવસાય ધરાવવા અને તેનું સંચાલન કરવા માટે અજોડ તકો આપીને મહિલાઓના સશક્તિકરણ માટે સમર્પિત છે, સાથે જ ફિટનેસ, હેલ્થી લિવિંગ, કૂકિંગ અને બ્યૂટી માટે પોતાના જુસ્સા સાથે સમુદાયોનું સમર્થન અને નિર્માણ પર કરે છે. મહિલા દિવસને યાદગાર બનાવવા માટે, અમે બહુવિત પ્રેરણાદાયી અને માહિતીપ્રદ સેશનોનું આયોજન કર્યું છે જેમાં અમારા એમવે ડાયરેક્ટ સેલિંગ પાર્ટનરોએ મહિલાઓને ઉદયમાન થવા અને વ્યવસાયનું નિર્માણ કરતી વખતે તેમજ આર્થિક રીતે સ્વતંત્રત બનતી વખતે પોતાના હાથમાં નિયંત્રણ લેવા માટે મહિલાઓની જરૂરિયાતો શેર કરી છે. વધુમાં, મહિલાઓ માટે વિશિષ્ટ ટ્રેનિંગ સેશનો પણ યોજવામાં આવ્યા હતા જેથી વધુને વધુ સામાજિક અને ડિજિટલ રીતે જોડાયેલી દુનિયામાં તેમના વ્યવસાય અને બ્રાન્ડિંગના કૌશલ્યોમાં સુધારો લાવી શકાય. મહિલા ઉદ્યોગસાહસિકોને સહકાર આપવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકીને, અમે પેનલ ચર્ચા, નિષ્ણાક વક્તાના કાર્યક્રમો અને ન્યૂટ્રીશન, બ્યૂટી, તેમજ કૂકવેર જેવી પ્રોડક્ટ કેટેગરીઓને ધ્યાનમાં રાખીને વિશેષ સેશનો જેવા વિવિધ સેશનોનું આયોજન કર્યું હતું.
આ ઉપરાંત, એમવે માત્ર તેના ADS પાર્ટનરોની જ ઉજવણી નથી કરતું પરંતુ #ExtraordinaryinOrdinary પહેલ સાથે તેના મહિલા કર્મચારીઓની પણ ઉજવણી કરે છે. અહીં, વર્ચ્યુઅલ ઉજવણી દ્વારા એમવેની મહિલાઓને દર્શાવવામાં આવશે જેથી અન્ય લોકોને પ્રેરણા આપવા માટે તેઓ વ્યક્તિગત અને પ્રોફેશનલ બંને મોરચે આવતા અવરોધો વચ્ચે અડગતા અને હિંમતની તેમની કહાનીઓ શેર કરી શકે. એમવે તાલીમ વ્યૂહરચના અને ડાયરેક્ટ હેન્ડલિંગ કૌશલ્યો અને યોગ્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતામાં એકધારું યોગદાન આપે છે. મેકકિન્સેના જણાવ્યા અનુસાર, ફક્ત મહિલાઓને સમાન તકો આપવાથી પણ 2025 સુધીમાં દેશના GDPમાં $770 બિલિયન એટલે કે, 18% કરતાં વધુનો ઉમેરો થઇ શકે છે. કંપની મહિલાઓની વૃદ્ધિને વેગવાન કરવા પર કામ કરી રહી છે, જે ભારતની વિકાસગાથાને ખૂબ જ જરૂરી એવો પ્રવેગ આપશે.