ન્યુટ્રિલાઇટ આરોગ્ય પ્રત્યે પ્રતિબદ્ધતાના 90 વર્ષ પૂર્ણ કર્યા: 90,000 પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવું અને સરકારી શાળાઓમાં પોષણ અને સ્વચ્છતા કાર્યશાળાઓનું આયોજન કરવું
અમદાવાદ: આરોગ્ય અને સુખાકારીની જરૂરિયાતોને સમર્થન આપતી અગ્રણી કંપનીઓમાંની એક, એમવે ઈન્ડિયા, ભારતના વંચિત બાળકો માટે સ્વસ્થ ભવિષ્યને સમર્થન આપવા માટે પરિવર્તનાત્મક પહેલ દ્વારા બાળ કુપોષણના ગંભીર મુદ્દાને સંબોધિત કરી રહી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અનુસાર, ભારતમાં 7.7% બાળકો (આશરે 43 લાખ) કુપોષિતછે, જે એક ગંભીર સમસ્યાને દર્શાવે છે, જેને સરકાર પોષણ સંબંધી પરિણામોમાં સુધારવાના પ્રયાસો સાથે પ્રાથમિકતા આપી રહી છે. બાળકોના કુપોષણને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ, ન્યુટ્રિલાઇટની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે, એમવે, તેના વિતરકો અને કર્મચારીઓ સાથે મળીને, સરકારી શાળાના બાળકો માટે 90,000 થી વધુ પૌષ્ટિક ભોજનને પ્રાયોજિત કરવા માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો છે.
બાળ દિવસની ભાવનાને ધ્યાનમાં રાખીને, શૈક્ષણિક સત્રો સાથે પહેલ કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓને પોષણ, સ્વચ્છતા, માનસિક સ્વાસ્થ્ય અને સંતુલિત આહાર વિશે જ્ઞાન આપી શકાય. એમવે સ્વયંસેવકોએ બાળકોને પૌષ્ટિક ભોજન પીરસીને સક્રિયપણે ભાગ લીધો હતો. આ અસરકારક પહેલ આઠ પ્રમુખ સ્થાનો પર યોજાઈ હતી: દિલ્હી, જયપુર, ભુવનેશ્વર, ગુવાહાટી, પુણે, અમદાવાદ, બેંગ્લોર અને ચેન્નાઈ, જેનો ઉદ્દેશ્ય ઉજ્જવળ ભવિષ્ય માટે સાર્થક પરિવર્તન લાવવાનો છે.
બાળ દિવસ પહેલ પર ટિપ્પણી કરતા, એમવે ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રજનીશ ચોપરાએ, જણાવ્યું હતું કે, “નવ દાયકાઓથી, અમારી પ્રમુખ ન્યુટ્રિશન બ્રાન્ડ ન્યુટ્રિલાઇટ લોકોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપીને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપી રહી છે. ન્યુટ્રિલાઇટની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે, અમારા વિતરકો અને કર્મચારીઓના સમર્થનથી, અમે સરકારી શાળાના બાળકોને આવશ્યક પોષણ શિક્ષણ આપવા સાથે 90,000 થી વધુ પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરવા માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે સહયોગ કરવા પર ગર્વ અનુભવીએ છીએ. આ પહેલના માધ્યમથી, વિદ્યાર્થીઓને સ્વસ્થ વિકલ્પ પસંદ કરવા વિશે બહુમૂલ્ય જ્ઞાન મળે છે – જેમાં સંતુલિત આહાર, માનસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંબંધિત આદતોનો સમાવેશ થાય છે – જે તેમને ઉજ્જવળ, સ્વસ્થ જીવન જીવવા માટે સશક્ત બનાવે છે. અમને દૃઢ વિશ્વાસ છે કે યોગ્ય પોષણ એ યુવા મગજના વિકાસ અને સફળતાનો આધાર છે. એવા દેશમાં, જ્યાં ભારત કુપોષણના વૈશ્વિક બોજમાં એક તૃતીયાંશ યોગદાન આપે છે, પૂરતા પોષણ દ્વારા બાળકોને પોષણ આપવું મહત્વનું તો છે જ – તથા તે જરૂરી પણ છે. “આ દિશામાં, અમે એક સારી આવતીકાલ માટે સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ છીએ.”