દેશની સૌથી મોટી FMCG ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ પૈકી એક એમવે ઇન્ડિયા દ્વારા વિસ્તૃત મેન્યુફેક્ચરર જવાબદારી (EPR) કલેક્શન અને એમવે મેન્યુફેક્ચરિંગ સુવિધા ખાતે નીકળતા પ્રિ-કન્ઝ્યુમર પ્લાસ્ટિકના કચરાને 100% રિસાઇકલ કરવામાં આવી રહ્યો હોવાથી હવે તે ‘પ્રિ અને પોસ્ટ કન્ઝ્યુમર પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ’ કંપની બની ગઇ છે. કંપનીએ 800 મેટ્રિક ટન પોસ્ટ-કન્ઝ્યુમર પ્લાસ્ટિક કચરો એકત્રિત કરે છે અને રિસાયકલ કરે છે, જે વિવિધ કદની બોટલ, ટ્યુબ, ઢાંકણા, બરણી અને સેશેના 50 મિલિયન યુનિટ કરતાં વધુ પ્લાસ્ટિક પ્રોડક્ટ કચરાનું વ્યવસ્થાપન કરવા સમકક્ષ છે. વધુમાં, કંપનીએ પ્રિ-પ્લાસ્ટિકના વેસ્ટ ન્યૂટ્રાલિટી પ્રાપ્ત કરવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં જોખમી પ્રોડક્ટ્સ અને પ્લાસ્ટિકના કચરાને 100% રિસાયકલ કર્યા છે અને તેનો પુનઃઉપયોગ કરે છે. એકંદર પર્યાવરણીય અને સામાજિક અસરના દૃષ્ટિકોણ સાથે પોતાના વ્યવસાયને આગળ ધપાવતા, કંપનીએ તેની ટકાઉપણાની મહત્વાકાંક્ષાઓને પહોંચી વળવા માટે કેટલાક સ્પષ્ટ પગલાં સંમિલિત કર્યા છે, જેથી લોકોને વધુ સારું, સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરવાની તેની દૂરંદેશીને પુનઃસ્થાપિત કરી શકાય.
આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતા એમવે ઇન્ડિયાના નિયમનકારી બાબતોના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ અદીપ રોયે જણાવ્યું હતું કે, “એમવે ખાતે, અમારી પ્રોડક્ટ્સ, પ્રક્રિયાઓ અને વિચારધારામાં આરોગ્યપ્રદ ગ્રહ રાખવાની અમારી કટિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે. ટકાઉપણું એ માત્ર અનુપાલન વિશેની બાબત નથી પરંતુ એમવેની સંસ્કૃતિનો આંતરિક ભાગ છે. પ્રિ અને પોસ્ટ-કન્ઝ્યુમર પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રાલિટી પ્રાપ્ત કરવી એ અમારા મુખ્ય સીમાચિહ્નોમાં પૈકી એક છે. જેમ જેમ અમે આગળ વધતા જઇશું તેમ તેમ, પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ ઘટાડવાની વિવિધ રીતો શોધવાનું એકધારું ચાલુ રાખીશું અને અમે જે વિચારી રહ્યા છીએ તેના અનુસંધાનમાં અમે રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી અમારી પ્રોડક્ટની બોટલો બનાવીશું. અમે દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અને ભાવિ પેઢીઓને વિકાસ માટે સક્ષમ બનાવવા માટે વધુ ટકાઉક્ષમ કંપની બનવા માટે પ્રતિબદ્ધ અને સંકલ્પબદ્ધ છીએ.” એક જવાબદાર કોર્પોરેટ તરીકે, એમવે ઇન્ડિયા દેશમાં એવા પ્રથમ બ્રાન્ડ માલિકોમાંથી એક છે જેમણે પ્લાસ્ટિકના કચરના વ્યવસ્થાપન માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) સાથે નોંધણી કરાવી છે.
વધુમાં, એમવે ઇન્ડિયા ખાતે, પ્રાથમિકરૂપે મેન્યુફેક્ચરિંગ અને પ્લાનિંગ અને પ્રોક્યોર્મેન્ટ વિભાગની ક્રોસ-ફંકશનલ ટીમે સાથે મળીને ગ્રહ પર વ્યવસાયના કારણે પડતી અસરને વધુ ઘટાડવાની દિશામાં નોંધનીય પ્રયાસો કર્યા છે, જેમનો ઉદ્દેશ સંસ્થાના લાંબાગાળાના ટકાઉક્ષમ વિકાસ માટેનો છે. ટકાઉપણા માટે હાથ ધરવામાં આવેલી કેટલીક મહત્ત્વની પહેલોમાં પ્લાન્ટમાં રીન્યૂએબલ ઊર્જાનો ઉપયોગ, જમીન અને જળ સંરક્ષણ અને ટકાઉક્ષમ ખેતીની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. વધુમાં, ટકાઉપણાના એકધારા પ્રયાસો દ્વારા, કંપની કાગળમાં ઘટાડો, સપ્લાય ચેઇનના ઓપ્ટિમાઇઝેશન અને સોલાર પાવરના ઉપયોગ દ્વારા લગભગ 10.50 લાખ KGCO2e કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સક્ષમ રહી હતી, જે વર્ષે 47000 વૃક્ષો બચાવવાની સમકક્ષ છે.
ન્યુટ્રીલાઇટ માટેના ઘટકોનું સોર્સિંગ કરવામાં પોતાની ટકાઉપણાની ગાથાનું નિર્માણ
80 વર્ષના અનુભવના વારસા સાથે, એમવેની ન્યૂટ્રીલાઇટ બ્રાન્ડે સપ્લિમેન્ટેશન માટે સીડ-ટુ-સપ્લિમેન્ટના અભિગમને ખૂબ જ સમર્થન આપ્યું છે. કંપની દ્વારા પોતાના જ ફાર્મ અને પાર્ટનર ફાર્મમાં ઉછેરેલા છોડમાંથી આના ઘટકોનું સોર્સિંગ કરવામાં આવે છે અને આ પ્રકારે સમગ્ર દુનિયામાં ગુણવત્તાપૂર્ણ પોષણ પ્રોડક્ટ્સ પૂરી પાડવામાં આવે છે. ટકાઉપણાં પ્રત્યેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, એમવે ખેતીમાં ઇકોલોજીકલ ટકાઉપણાના માપદંડોનું આચરણ કરે છે, જેમ કે ગુડ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસ (GAP), વિવિધતા સાથે લેન્ડસ્કેપનું સંરક્ષણ, અને હર્બ્સની ખેતી અને એકત્રીકરણ માટે યોગ્ય ભૌગોલિક સ્થાનની પસંદગી વગેરે. આ ઉપરાંત, પારદર્શક સપ્લાય ચેઇન બનાવવામાં, ટકાઉપણાના હેતુઓને આગળ વધારવામાં, દસ્તાવેજીકરણમાં મદદ કરવામાં અને કાચા માલથી તૈયાર માલ સુધીના ઉત્પાદનના માર્ગને ટ્રેક કરવામાં મદદ મળે તે માટે અન્ય એક અભિગમ તરીકે ટ્રેસેબિલિટી છે જે, પ્રોડક્ટની સલામતી અને ગુણવત્તાની ખાતરી કરે છે.
તમિલનાડુમાં એમવે ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અને તેની આસપાસ ગ્રીન ઇનિશિએટિવ્સ.
એમવે ઇન્ડિયાની તમિલનાડુમાં આવેલી મેન્યુફેક્ચરિંગ સુવિધાને યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત LEED ગોલ્ડ સર્ટિફિકેશન આપીને દેશની સૌથી પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ સુવિધાઓમાંની એક તરીકે બિરદાવવામાં આવી છે. પર્યાવરણીય સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા સાથે, કંપનીએ તેની મેન્યુફેક્ચરિંગ સાઇટની અંદર કેટલાક સભાનતાપૂર્ણ પગલાં લીધાં છે જેમાં કેટલીક મુખ્ય પહેલોનો સમાવેશ થાય છે, જેમ કે:
- ઉપયોગમાં લેવામાં આવતી 63% ઉર્જા પવન અને સૌર ઊર્જાના રીન્યૂએબલ સ્રોતોમાંથી મેળવવામાં આવે છે.
- તમિલનાડુમાં સૌથી મોટા રૂફ-ટોપ સોલાર પ્લાન્ટમાંનું એક પ્લાન્ટ અહીં આવેલો છે, જે લગભગ 100,000 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે અને તે ઝીરો-વોટર ડિસ્ચાર્જ સાઇટ છે.
- 5000KL પાણીના સંગ્રહ સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે
- અદ્યતન વોટર રિસાયક્લિંગ પ્રક્રિયા અને લેન્ડસ્કેપિંગ હેતુઓ માટે ગંદા પાણીનો ફરી ઉપયોગ કરવામાં આવે છે
પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે, એમવે ઇન્ડિયાએ તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની આસપાસ જળ સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભૂગર્ભજળનું સ્તર વધારવાના હેતુથી આ પ્રોજેક્ટ ખેતી અને પીવાના હેતુ માટે પાણીની અછતને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જળ સંરક્ષણના પ્રોજેક્ટથી 7 ગામડાના વિસ્તારમાં ભૂગર્ભજળના સ્તરમાં સુધારો આવ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત 10,000 કરતાં વધુ લોકોને ફાયદો થયો છે.