લોકોને વધુ સારી રીતે જીવવામાં, વધુ તંદુરસ્ત રીતે જીવવામાં મદદરૂપ થવા માટે આરોગ્ય, ફિટનેસ અને ન્યૂટ્રીશનને પ્રાથમિકતા આપવાની પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને ભારતની અગ્રણી FMCG ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાંથી એક એમવે ઇન્ડિયાએ સમગ્ર ભારતમાં હેલ્થ અને ફિટનેસ સમુદાય-નિર્માણ કાર્યક્રમની શરૂઆત કરી છે. એમવે ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર અને કુસ્તીબાજ સંગ્રામસિંહ ભારતમાં યુવાનો અને મહિલાઓમાં ફિટનેસ અને હેલ્થ સમુદાય નિર્માણનો પુનરોચ્ચાર કરીને જાગૃતિ અભિયાનનું નેતૃત્વ સંભાળશે. એમવે ઇન્ડિયા દ્વારા યોગ્ય પોષણ માર્ગદર્શન સાથે ફિટનેસ ઉત્સાહીઓમાં તેમના ફિટનેસ લક્ષ્યોને જાળવવામાં મદદ કરવા માટે આરોગ્યને સમર્થન આપવા પરના ફોકસને અનુરૂપ આ શરૂઆત કરવામાં આવી છે.
આ પહેલના પ્રારંભ અંગે ટિપ્પણી કરતા એમવે ઇન્ડિયાના CMO અજય ખન્નાએ જણાવ્યું હતું કે, “આજે ભારતમાં યુવાનો અને મહિલાઓમાં નિવારાત્મક હેલ્થકૅર તેમના સૌથી પહેલી પ્રાથમિકતા છે. દેશમાં ફિટનેસ અને ન્યૂટ્રીશન સપ્લિમેન્ટ્સમાં રુચિ વધી રહી હોવાનું પણ જોવા મળ્યું છે જેમાં ખાસ કરીને મિલેનિમલ્સ એટલે કે એકદમ યુવા વર્ગમાં વધુ રુચિ જોવા મળી રહી છે જેના કારણે સુખાકારી ઉદ્યોગમાં એકધારી વૃદ્ઘિ થઇ રહી છે, જે અંદાજે INR 490 અબજ સુધી પહોંચવાનું અનુમાન છે (સ્રોત: FICCI). બદલાતી જીવનશૈલી, લાંબા સમય સુધી ઘરમાં જ રહેવાની આવશ્યકતા અને અન્ય બીજી મર્યાદાઓના કારણે ઉપભોક્તાઓની માનસિક અને શારીરિક સુખાકારી પર વિપરિત અસર પડી છે. અમારી સુખાકારી પહેલો દ્વારા, અમે કોઇપણ વ્યક્તિની દૈનિક ન્યૂટ્રીશનની જરૂરિયાતો પૂરી કરવા માટે સપ્લિમેન્ટ્સ પૂરકો સાથે યોગ્ય પોષણના મહત્વ પર જાગૃતિ વધારવા માંગીએ છીએ, સાથે જ તેમને ફિટનેસ પ્રોગ્રામો દ્વારા રોગ પ્રતિકારકતા બનાવવામાં મદદ કરીએ છીએ. સંગ્રામસિંહ સાથેનું અમારું જોડાણ અમને વધુ સ્વસ્થ જીવન અને એકંદરે હેલ્થ તેમજ ફિટનેસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની હિમાયત કરવામાં મદદ કરશે. લોકોને વધુ સારું જીવન, સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થવાના અમારા વિઝન સાથે, અમે સ્વસ્થ ભારત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. સમગ્ર ભારતમાં અમારી પહેલોને ખૂબ જ અદભૂત પ્રતિસાદ મળ્યો છે તે જોઇને હું ખુશ છું.”
આ હેલ્થ અને સુધાકારી પહેલોને મળેલી સફળતા અંગે ટિપ્પણી કરતા સંગ્રામસિંહે જણાવ્યું હતું કે, “સર્વાંગી સુખાકારી પર વિશેષ ભાર મૂકતી અને તે પ્રકારે આપણને આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતાએ રાખવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપતી એમવી જેવી બ્રાન્ડ સાથે જોડાવા બદલ હું સન્માનની લાગણી અનુભવું છું. એમેવે ઇન્ડિયાનું વિઝન સંપૂર્ણપણે પોષણ અને એકંદરે સ્વાસ્થ્યપ્રદ જીવન માટેની મારી જીવનશૈલી અને અભિગમનો પડઘો પાડે છે. સમગ્ર ભારતમાં આ હેલ્થ અને સુખાકારી પહેલો દ્વારા, એમવે મહિલાઓ અને યુવાનોમાં જાગૃતિ લાવી રહ્યું છે અને તેમને પૂરક પોષણ સાથે યોગ્ય ફિટનેસના નિયમોનું પાલન કરીને આરોગ્યપ્રદ સંતુલિત જીવનશૈલી જીવવા માટે પ્રોત્સાહન આપે છે. મેં, આ હેલ્થ અને સુખાકારી પહેલો અંતર્ગત તમામ પ્રદેશોમાં તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સમર્થન આપવામાં ભાગ લીધો છે. આ પહેલોને મળેલી ઉત્સાહપૂર્ણ સફળતા જોઇને મને ખૂબ જ આનંદ થાય છે.”
આ પહેલ અંગે વાત કરતા, એમવે ઇન્ડિયાના વેસ્ટ એન્ડ ઇસ્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ચંદ્રભૂષણ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષમાં પહેલાંની સરખામણીએ અત્યારે લોકોમાં એકંદરે સુખાકારી અંગે સભાનતા વધી છે. આમાં આરોગ્યપ્રદ ભોજન અપનાવવાનું અને ન્યૂટ્રીશન સપ્લિમેન્ટ્સ લેવાનું પણ સામેલ છે. એમવે ઇન્ડિયા અમારી તમામ પહેલોમાં પોષણને કેન્દ્ર સ્થાને રાખીને સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારી માટે લાંબા સમયથી હિમાયત કરી રહ્યું છે. ન્યૂટ્રીલાઇટ દ્વારા સંચાલિત ફિટનેસ રિપબ્લિક સાથે, અમારો ઉદ્દેશ આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના અમારા વિઝનમાં વિસ્તરણ કરવાનો અને જેઓ નવા એમવે ડાયરેક્ટ સેલિંગ પાર્ટનરો અને ગ્રાહકો સાથે તેમની ફિટનેસ ગેમમાં ઉપરના સ્તર સુધી જવા માંગતા હોય તેવા લોકોને લક્ષિત કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા, સમય જતા અમે 10000 કરતાં વધુ એમવે ડાયરેક્ટ સેલિંગ પાર્ટનર્સ અને તેમના ગ્રાહકોની નોંધણી કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
ફિટનેસ રિપબ્લિકના ભાગરૂપે, એમવે ઇન્ડિયાએ ‘ગ્લેમ-અપ એન્ડ શેપ-અપ’, ‘ધ ન્યૂ યર – ન્યૂ યુ’ જેવા કેટલાય શ્રેણીબદ્ધ ફિટનેસ જોડાણોનું આયોજન કર્યું છે જેમાં સહભાગીઓ તેમના સર્વાંગી સુખાકારીના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે તે માટે તેમને સમર્થ બનાવવા માટે બહુવિધ પડકારો તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલી માટે હેલ્થ સપ્લિમેન્ટ્સ દ્વારા સમર્થિત પોષણનો લાભ ઉઠાવવાની શ્રેષ્ઠ રીત બતાવે છે અને લોકોને તેમનું શરીર વધુ ફિટ અને સ્વસ્થ બનાવવામાં અને અન્ય લોકો પર પ્રભાવ પાડવામાં મદદ કરે છે. એમવે ડાયરેક્ટ સેલિંગ પાર્ટનરો અને તેમના ગ્રાહકો પણ આ પ્રોજેક્ટના ભાગરૂપે મફત સપ્ટિમેન્ટેશન માર્ગદર્શન અને ડાયેટ કાર્યક્રમોનો લાભ લઇ શકે છે જેમાં ઓન બોર્ડ રહેલા અમારા ન્યૂટીશનિસ્ટ સાથે મફત કન્સલ્ટેશન કરવામાં આવે છે.
એમવે ઇન્ડિયાએ સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપવા માટે બહુવિધ પહેલોનું આયોજન કર્યું છે અને યુવાનો તેમજ મહિલાઓમાં શ્રેષ્ઠતમ પોષણ અને સામુદાયિક નિર્માણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. ડિજિટાઇઝેશનના યુગને અપનાવીને, એમવેએ આ પહેલોને વર્ચ્યુઅલ બનાવીને અને જાગૃતિ ફેલાવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રાહકો સુધી પહોંચીને તેની વ્યાપકતા વધારી છે.