તમારો પેશન જ તમારી ઓળખ છે! દેશની અગ્રણી FMCG ડાયરેક્ટ-સેલિંગ કંપનીઓ પૈકી એક એમવે ઇન્ડિયાએ તાજેતરમાં ઓલિમ્પિક મેડલ વિજેતા સાઇખોમ મિરાબાઇ ચાનુ સાથે મળીને વધુ એક વિશિષ્ટ પ્રકારનું ‘પેશન કો દો પોષણ’ અભિયાન શરૂ કર્યું છે, જે લોકોને પોતાની પેશન અનુસરવા અને તેને ગતિ પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ અભિયાન સફળતાના શિખરો સર કરવા માટે પૂરતા પ્રમાણમાં પોષણ સહાયતા મારફતે વ્યક્તિના જૂસ્સાને ઉત્તેજન આપવા માટે બ્રાન્ડના અવિરત પ્રયત્નોનો પુનરોચ્ચાર કરે છે. બ્રાન્ડ એમ્બેસડર મિરાબાઇ ચાનુને પ્રદર્શિત કરતું આ અભિયાન સશક્ત અને પ્રેરણાત્મક ડિજિટલ ફિલ્મ મારફતે લોકોને વધુ સારું, વધુ તંદુરસ્ત જીવન જીવવામાં મદદ કરવાની તેની કટિબદ્ધતાને અનુરૂપ છે.
આ અભિયાન અંગે જણાવતાં સાઇખોમ મિરાબાઇ ચાનુએ જણાવ્યું હતું કે, “હું એમવેના ન્યુટ્રિલાઇટ સાથે જોડાઇને ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું, જે તેના ડાયેટરી સપ્લિમેન્ટ્સ પ્રત્યે પ્લાન્ટ-બેઝ્ડ અભિગમ માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત કરાયેલી બ્રાન્ડ છે. એક પ્રોફેશનલ એથલિટ તરીકે હું હંમેશા ફિટ અને તંદુરસ્ત જીવનશૈલી જીવવાની રીતો શોધતી રહું છું, અને મારી આ સફરમાં ન્યુટ્રિલાઇટ મારી રમતને નવા સ્તર પર લઇ જવા માટે અને તેને ક્યારેય ધીમું નહીં પાડવા માટે પૂરતાં પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે.”
આ અભિયાન અંગે પ્રતિક્રિયા આપતાં એમવે ઇન્ડિયાના CMO શ્રી અજય ખન્નાએ જણાવ્યું હતું કે, “ભારતને વધુ તંદુરસ્ત બનાવવાના પોતાની પરિકલ્પનાને સાકાર કરવા માટે એમવેએ હંમેશા વિશિષ્ટ અને અનિવાર્ય અભિગમ અપનાવ્યો છે. આ અભિગમ અનુસાર અમે અમારા નવા અભિયાન ‘પેશન કો દો પોષણ’ની જાહેરાત કરતાં ખૂબ જ રોમાંચ અનુભવીએ છીએ. આ અભિયાન અમારી ન્યુટ્રિશન અને વેલનેસ બ્રાન્ડ ન્યુટ્રિલાઇટને વિશ્વની નં.1 વિટામિન અને ડાયેટરી સપ્લિમેન્ટ્સ વેચતી બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરે છે, જે પ્રકૃતિના શ્રેષ્ઠ તત્વો અને વિજ્ઞાનની શ્રેષ્ઠ તથ્યોનો સમન્વય કરે છે. લોકો પોતાની પેશનને ઊચ્ચતમ સ્તરે લઇ જવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેના માટે તેઓ ક્યારેય તેમના શરીરને યોગ્ય પોષણ પૂરું પાડવાનું ચૂકતાં નથી. યોગ્ય પોષણ લોકોને તેમના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની સફરમાં જરૂરી ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. આ અભિયાન કેવી રીતે લોકોની પેશન તેમની ઓળખ સાથે એકરૂપતા સાધે છે તેનું પ્રતિબિંબ રજૂ કરે છે અને યોગ્ય આહાર સાથે, ન્યુટ્રિલાઇટ તેમને જરૂરી પોષણ સહાયતા પૂરી પાડે છે. ન્યુટ્રિલાઇટ ઓલ પ્લાન્ટ પ્રોટિન પાવડર, ન્યુટ્રિલાઇટ ડેઇલી, ન્યુટ્રિલાઇટ સાલમન ઓમેગા – 3 અને ન્યુટ્રિલાઇટ કેલ મેગ D પ્લસ જેવી અમારી બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ્સ ધરાવતી અમારી ફ્લેગશિપ બ્રાન્ડ ન્યુટ્રિલાઇટ મારફતે અમે લોકોને દરરોજ તેમની તમામ મર્યાદાઓ ઓળંગવા માટે પ્રેરણા પૂરી પાડીએ છીએ. અમે મિરાબાઇ ચાનુ સાથે અમારી ભાગીદારી વિસ્તારી રહ્યાં છીએ. મને ચોક્કસ ખાતરી છે કે આ ભાગીદારી પોતાના જૂસ્સાને નવી ઊંચાઇ પર લઇ જઇને પોતાના સપનાંઓને સાકાર કરવા માટે પોષણનું સ્તર વધારીને આરોગ્ય પ્રત્યે સભાન ભારતીયો પ્રત્યે અમારી કટિબદ્ધતાને પરિપૂર્ણ કરવામાં અમારી મદદ કરશે. અમારી પહેલોને સમગ્ર ભારતમાં મળી રહેલા વ્યાપક પ્રતિસાદથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.”
‘પેશન કો દો પોષણ’ ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે ઓલિમ્પિક મેડલ વિજેતા મિરાબાઇ હજારો મહિલાઓનો પ્રેરણાસ્રોત બની છે, જે મહિલાઓને પોતાના માટે પગભર થવા પડકાર ફેંકે છે, ઊજ્જળ કારકિર્દી માટે પોતાની પેશનને અનુસરીને પોતાની મર્યાદાઓ ઓળંગી શકાય છે અને એક કિર્તીમાન પ્રસ્થાપિત કરી શકાય છે તથા લોકોની પ્રેરણા બની શકાય છે, અને તેમની આ સફરમાં એમવે ન્યુટ્રિલાઇટ તેમની પોષણ જરૂરિયાતોની સહાયતા કરે છે. પોતાની રીતે એક આગવા આ અભિયાનનું સર્જન લૉ એન્ડ કેનેથ સાત્ચી એન્ડ સાત્ચી દ્વારા કરવામાં આવ્યું છે જે ડાયેટરી સપ્લિમેન્ટ્સ પ્રત્યે પોતાના નવીન પ્લાન્ટ-બેઝ્ડ અભિગમ માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત અને પ્રસિદ્ધ બ્રાન્ડ ન્યુટ્રિલાઇટમાં સુંદર રીતે વણી લેવામાં આવેલા પોષણના તત્વોને જીવંત કરે છે. આ અંગે લૉ એન્ડ કેનેથ સાત્ચી એન્ડ સાત્ચીના જોઇન્ટ નેશનલ ક્રિએટિવ ડિરેક્ટર રોહિત મલકાનીએ જણાવ્યું હતું કે, “અમે એક શક્તિશાળી સંવાદ શરૂ કરવા માટે લોકોને ‘તેમની પેશનને ઉર્જા’ પૂરી પાડીને અને પોતાના પેશનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા મેળવવા તેમની સફરના સાથી તરીકે ન્યુટ્રિલાઇટ મારફતે પોષણની ભૂમિકાને પ્રોત્સાહન આપવા માટે એમવે સાથે ભાગીદારી કરી છે.””
આ ડિજિટલ ફિલ્મ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને લિંક્ડઇન જેવા એમવેના તમામ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે, એમવે ડાયરેક્ટ-સેલિંગ પાર્ટનર્સ અને તેના વપરાશકારો સાથે તમામ ક્ષેત્રોમાં શ્રેણીબદ્ધ અંતર્ગત અને આકર્ષક પોષણલક્ષી હસ્તક્ષેપોનું આયોજન કરવામાં આવ્યું છે.