અમદાવાદ: અમૂલે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ ઘી, માખણ, આઈસ્ક્રીમ, પનીર અને ચોકલેટ સહિત 700થી વધારે વસ્તુઓ કિંમતો ઘટાડવાની જાહેરાત કરી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જણાવ્યું કે, આ ફેરફાર 22 સપ્ટેમ્બરથી લાગૂ થશે. કંપનીએ કહ્યું કે GST દરમાં કાપનો પૂરેપૂરો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.
નવા ભાવ અનુસાર, 100 ગ્રામ માખણની છુટક કિંમત 62 રુપિયાથી ઘટાડીને 58 રુપિયા કરી દીધા છે. તો વળી ઘીની કિંમતમાં 40 રુપિયાનો ઘટાડો કર્યો છે, જેનાથી હવે તે 610 રુપિયા પ્રતિ લીટરમાં મળશે. એટલું જ નહીં, અમૂલ પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (1 કિલો) હવે 545 રુપિયામાં મળશે. પહેલા તેની કિંમત 575 રુપિયા હતી.
કંપનીએ ફ્રોઝન પનીર (200 ગ્રામ)ની કિંમત 99 રુપિયાથી ઘટાડીને 95 કરી દીધા છે. આવી જ રીતે આઈસ્ક્રીમ, બેકરી પ્રોડક્ટ્સ, માલ્ટ બેસ્ડ ડ્રિંક્સ, પીનટ સ્પ્રેડ અને ચોકલેટ્સ પર પણ કિંમતોમાં કાપ મુકાયો છે. અમૂલનું કહેવું છે કે, ભારતમાં હાલમાં પણ પ્રતિ વ્યક્તિ ડેરી પ્રોડ્ક્ટનું વેચાણ ખૂબ જ ઓછું છે. કિંમતોમાં આ કાપ વેચાણને વધારશે અને ગ્રાહકોને પણ રાહત મળશે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં 36 લાખ ખેડૂતો સામેલ છે. કંપનીએ કહ્યું કે જીએસટી દરમાં કાપથી તેમની ડેરી પ્રોડક્ટની માગ વધશે, જેનાથી તેમના વેપારમાં વધારો થશે. આ અગાઉ મધર ડેરીએ પણ 22 સપ્ટેમ્બરથી પોતાની પ્રોડક્ટની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જો કે આ બંને કંપનીઓએ ડબલ ટોન્ડ મિલ્ક, ટોન્ડ મિલ્ક, ફુલ ક્રીમ મિલ્ક, કાઉ મિલ્ક, બફેલો મિલ્કના ભાવમાં કાપ નથી મુક્યો, કેમ કે આ પ્રોડક્ટ પહેલાથી 5 ટકા અથવા 0 ટકા જીએસટી કેટેગરીમાં આવે છે.