અમૃતસરમાં હુમલો કરનારા અંગે કોઇ ભાળ હજુ ન મળી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમૃતસર :  પંજાબના અમૃતસરમાં ધાર્મિક ડેરા (નિરંકારી ભવન)માં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ સુરક્ષા સંસ્થાઓ દ્વારા વ્યાપક શોધખોળ ચાલી રહી છે. ગુપ્ત સ્થળો પર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. જા કે હજુ સુધી હુમલાખોરોના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. આવી સ્થિતીમાં હવે હુમલાખોરો અંગે માહિતી આપનારને ૫૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘટના બાદ હચમચી ઉઠેલા પંજાબ સહિત દેશના રાજ્યોમાં હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

ત્રાસવાદી ઘટના તરીકે ગણાતા આ હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે જાહેરાત કરી છે કે હુમલાખોરો અંગે માહિતી આપનારને ૫૦ લાખ રૂપિયા આપવામાં આવનાર છે.પંજાબમાં અમૃતસરના રાજા સામસી વિસ્તારના એક ધાર્મિક બેરા ઉપર ગઇકાલે કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં ૨૦થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ બાદ પંજાબના તમામ શહેરો સહિત વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. અમૃતસર નજીકના રાજા સામસી વિસ્તારમાં આ બ્લાસ્ટ કરાયો હતો.રાજા સામસી ગામના નિરંકારી ભવનમાં બપોરે બુરખાધારી મોટરસાયકલ પર આવેલા શખ્સોએ બે ગ્રેનેડો ઝીંક્યા હતા. ગ્રેનેડ ઝીંક્યા બાદ મોટરસાયકલ પર આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા.

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. નિરંકારી સમુદાયના લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને કાર્યક્રમમાં સેંકડો લોકો ઉપÂસ્થત હતા. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે તરત હાથ ધરવામાં આવી હતી. હાલમાં જ એવા ઇન્ટેલિજન્સ હેવાલ આવ્યા હતા કે પંજાબમાં આતંકવાદીઓ ઘુસી ગયા હોવાના અહેવાલ આવ્યા હતા જેના લીધે પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ મજબૂત રાખવામાં આવી હતી છતાં નિરંકારી ભવનમાં બુરખાધારી મોટરસાયકલ પર આવેલા શખ્સોએ કઈરીતે હુમલો કર્યો તેને લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નાકાબંધી કરીને બ્લાસ્ટ બાદ તરત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. નજરે જાનારાઓના કહેવા મુજબ મોટરસાયકલ પર આવેલા બે શખ્સો પાસે પિસ્તોલ અને અન્ય વિસ્ફોટકો હતો.

 

Share This Article