લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાના ઇરાદા સાથે દરેક રાજકીય પક્ષો હાલમાં તૈયારીમાં વ્યસ્ત છે. નવા નવા દાવપેંચ રમી રહ્યા છે. ક્ષેત્રીય પક્ષો પણ પોત પોતાની યોજના બનાવી રહ્યા છે. તમામ મોટા રાજ્યોની સાથે સાથે નાના રાજ્યો પર પણ તમામ પક્ષો ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. સપના જાવાની બાબત ખરાબ નથી. કારણ કે સપના જાનાર લોકો જ તે દિશામાં આગળ વધીને પોતાના ઉદ્ધેશ્ય પર આગળ વધીને સફળતા હાંસલ કરે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે યોજનાઓને અમલી કરવામા આવે તો જ ફાયદો થાય છે. આ વખતે આંધ્રપ્રદેશમાં પણ કેટલાક નવા સમીકરણના સંકેત દેખાઇ રહ્યા છે. આ વખતે ટીડીપીના નેતા ચન્દ્રાબાબુ નાયડુની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે.
આંધ્રપ્રદેશને ખાસ દરજ્જા આપવાની વાત હોય કે અમરાવતીની વાત હોય બંને મોરચે કોઇ પણ પક્ષ પાસે નક્કર યોજના નથી. ટીડીપી અને ભાજપ વચ્ચે કોઇ સમય ખુબ સારા સંબંધ હતા. વર્ષ ૨૦૧૫માં બંને પાર્ટી સાથે હતી. અમરાવતીને વર્લ્ડ ક્લાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. જા કે આંધ્રપ્રદેશે હૈદરાબાદ હાથમાંથી છુટી ગયા બાદ અમરાવતીનુ જે સપનુ નિહાળ્યુ હતુ તે હજુ પૂર્ણ થયુ નથી. અમરાવતીના ફેરામાં ચન્દ્રાબાબુ ફસાઇ ગયા છે. ટીડીપી અને ભાજપ વચ્ચે ખુબ સારા સંબંધ હતા ત્યારે મોદીએ વર્ષ ૨૦૧૫માં વિજયાદશમીના પ્રસંગે અમરાવતીને પાટનગર બનાવવા માટે આની આધારશીલા મુકી હતી.
શિલાન્યાસની અવધિ પૂર્ણ થયાને ત્રણ વર્ષનો ગાળો પૂર્ણ થઇ ગયો છે પરંતુ અમરાવતીમાં મુળભુત સુવિધા પણ સ્થાપિત થઇ શકી નથી. આનો બીજા તબક્કો વર્ષ ૨૦૨૪માં પૂર્ણ થનાર છે. એ વખતે સંપૂર્ણ કામ શરૂ કરાશે. જા કે નિર્માણ કામગીરીને જાતા આ બાબત ખુબ મુશ્કેલરૂપ દેખાઇ રહી છે. ભારતના સૌથી આધુનિક શહેર બનાવવામાં ૫૮ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. મુખ્યપ્રધાન આવાસ, વિધાનસભા, સચિવાલય, અસ્તિત્વમાં છે પરંતુ તે પણ અસ્થાયી રહેલા છે. કોર્ટ કચેરી, સ્કુલ, કોલેજો, હોÂસ્પટલ, શોપિગ મોલ, ટ્યુરિસ્ટ હબ તમામ જમીની સ્તર પર દેખાતા નથી. જમીન પર તો માત્ર ખેતી નજરે પડે છે. હાઇટેક ગણાતા મુખ્યપ્રધાન ચન્દ્રાબાબુ નાયડુની ડ્રીમ કેપિટલમાં ચાલી રહેલી કામગીરી એટલી ધીમી છે કે તમામ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. ચન્દ્રાબાબુ નાયડુના વિરોધી કહે છે કે અમરાવતીને વર્લ્ડ કલાસ બનાવવામાં ખુબ સમય નિકળી જશે. આ વર્લ્ડ ક્લાસ કેપિટલ ૫૪ હજાર એકરમાં બનનાર છે. સિટી ત્રણ લેયર સીડ કેપિટલ, કેપિટલ સિટી અને કેપિટલ રિજનમાં રહેનાર ચે. આના માટે ૩૨ હજાર એકર જમીનની લેન્ડ પુલિંગ થનાર છે. આ ઉપરાંત ૨૧ હજાર એકર જમીન પહેલાથી જ સરકારની પાસે છે. જે ખેડુતોની જમીન લેવામાં આવી છે તેમને આવનાર દસ વર્ષ સુધી ૫૦ હજાર રૂપિયા પ્રતિ એકરના હિસાબથી આપવામાં આવનાર છે. સાથે સાથે ૧૨૫૦ વર્દ ગજ જમીન રેસિડેન્ટલ અને ૨૦૦ વર્ગ ગજ જમીન કોમર્શિયલ આપવામા આવનાર છે.
આંધ્રપ્રદેશની રાજનીતિની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટીઓ તો અહીં ગઠબંધનના ભરોસે ચાલનાર છે. અમરાવતીનાસ્થિતી માટે ટીડીપી એનડીએને જવાબદાર ગણે છે. કેન્દ્ર મદદ કરી રહ્યુ નથી તેવો આક્ષેપ ટીડીપીના લોકો કરે છે. સ્પેશિયલ સ્ટેટસની માંગ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવી રહી નથી તેમ કહેવામાં આવી રહ્યુ છે. ચન્દ્રાબાબુ અને તેમના સમર્થકો આવા તર્ક આપે છે પરંતુ રાજકીય રતમ તર્કના આધાર પર ચાલતી નથી. છેલ્લી ચૂંટણીની વાત કરવામા આવે તો કોંગ્રેસ પાર્ટી અહીં એક પણ સીટ જીતી શકી ન હતી. લોકસભા અને રાજ્યવિધાન સભામાં કોગ્રેસ પાર્ટી અહીં ખાતુ ખોલી શકી ન હતી. ભાજપને માત્ર બે સીટો મળી હતી. કોંગ્રેસ અને ટીડીપીથી અલગ થઇને બનેલી પાર્ટી વાયએસઆરથી જ આ વખતે પણ ખાસ ટક્કર છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટી તો દિલ્હીમાં બેસીને આંધ્રપ્રદેશના ૨૫ સાંસદોને પોતાની તરફેણમાં લેવાના પ્રયાસો કરતા નજરે પડી રહ્યા છે. વાસ્તવિક રીતે તો અહીંની ચૂંટણી ગઠબંધનના ભરોસે છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની હાજરી નહીંવત સમાન છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટી હાજરી નબળી હોવા છતાં સ્થિતી સુધારવા તમામ તાકાત લગાવી રહ્યા છે. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જા આપવાની બાબત અને અમરાવતીને વર્લ્ડ કલાસ સિટી બનાવવા માટેની નાયડુની વાતને લઇને મતદારો આગળ વધનાર છે. સંયક્ત આંધ્રપ્રદેશની લોકસભાની કુલ ૪૨ સીટો રહેલી છે. નવા રાજ્યની રચના કરવામાં આવ્યા બાદ આંધ્રપ્રદેશમાં ૨૫ અને તેલંગણામાં ૧૭ લોકસભા સીટ થઇ ગઇ છે. આંધ્રપ્રદેશની ચૂંટણી અનેક રીતે ઉપયોગી દેખાઇ રહી છે.