જાન્યુઆરી : આમ્રપાલી જયપુરએ તેની યશકલગીમાં નવા છોગાં ઉમેરવાનું ચાલુ રાખ્યું છે. ટ્રોય, ધી બેસ્ટ એક્સોટિક મેરિગોલ્ડ હોટેલ, રામલીલા, સાંવરિયા, ખુબસુરત, કોકટેલ અને તાજેતરમાં રજૂ થયેલી બાહુબલી ૧ અને બે જેવી ફિલ્મોમાં દુનિયાભરની અગ્રણી સેલેબ્રિટીઓ દ્વારા આમ્રપાલી જયપુર દ્વારા તૈયાર કરવામાં આવેલી જ્વેલરીઓ પહેર્યા બાદ જયપુરની હેરિટેજ જ્વેલર્સે મણિકર્ણિકા સાથે પોતાન પોર્ટફોલિયોમાં વધુ એક બ્લોકબસ્ટરનો ઉમેરો કર્યો છે. આ ક્લેક્શન tribebyamrapali.com અને ભારતના તમામ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે.
બાયોપિક માટે અધિકૃત જ્વેલરી ડિઝાઇન હાઉસ તરીકે, કંગના રાણાવતના અભિનય વાળી સમગ્ર ફિલ્માં હિરોઇન સહિત સપોર્ટિગ આર્ટિસ્ટ પણ આમ્રપાલીની જ્વેલરીમાં નજરે પડશે. મરાઠા રાજની કલા અને વાસ્તુકલાથી પ્રેરિત વિશેષ ડિઝાઇન ફિલ્મ મેકર્સ અને કોસ્ચ્યુમ ડિઝાઇનર નીતા લુલ્લા દ્વારા એક રાણી અને નિડર યોદ્ધાના સ્વરૂપમાં રાણી લક્ષ્મીબાઇના બેવડાં વ્યક્તિત્વને દર્શાવવા માટે બનવવામાં આવ્યાં છે. કંગનાની સાથે ફિલ્મના અન્ય કલાકારોને પણ તેમના રોલ અને કેરેક્ટને સમજવા માટે જ્વેલરી પહેરેલા જોવા મળશે.
ફિલ્મની સ્ક્રિપ્ટને અનુરૂપ અદ્દભૂત દાગીના તૈયાર કરવામાં આવ્યા હતા જે દર્શકની વિઝ્યુઅલ જર્નીને વધારે છે અને ફિલ્મના પાત્રોને વિશ્વસનિયતા પુરી પાડે છે. લગભગ ૭૦૦ જુદી-જુદી સ્ટાઇલમાં ૯૫૫ ડિઝાઇનનો વિસ્તૃત કલેક્શન તૈયાર કરવા માટે ૩૦ કારીગરોને દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. શાહી સરપંચના કોમળ વાળો અને નાકની નથણીથી લઇને માથાંના દાગીના સુધી કિંમતી અને ઓછી મૂલ્યાના રત્નો સાથે ચાંદીમાંથી બનેલા દાગીનાને ગોલ્ડ પ્લેટેડ કરીને તૈયાર કરવામાં આવ્યાં હતા.
આમ્રપાલી જયપુરના સહ-સ્થાપક શ્રીમાન રાજેશ અજમેરા અને શ્રીમાન રાજીવ અરોરાએ જણાવ્યું કે, ‘આમ્રપાલી એ મણિકર્ણિકાનો એક અભિન્ન અંગ છે, જ્યાં અમારા દાગીના દરેક અક્ષર અને જીવનશૈલી અને દ્રશ્યથી સંયોજીત થઇ સમકાલિન બની ગયા હતા. અમારા ડિઝાઇનરો અને કારીગરો સ્ક્રિપ્ટને ઇચ્છિત સૌંદર્ય શાસ્ત્રની પ્રાપ્તિ કરાવવા માટે એક વર્ષ કરતા વધારે સમયથી કામગીરી કરી રહ્યા છે.’
ફિલ્મની લોન્ચિંગની શરૂઆતમાં, ટ્રાઇબ આમ્રપાલી, મણિકર્ણિકા કલેક્શનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે જ્વેલરીની એક વિશાળ સિરિઝ છે જેને ફિલ્મમાં દેખાડવામાં આવી છે. તેમાં ગોલ્ડ પ્લેટેડ સિલ્વર એમ્બેલિશ્ડ ઇયર રિંગ, ઇયર કફ, નેકલેસ, સ્ટેટમેન્ટ રિંગ્સ અને માથાપટ્ટી છે.