મુંબઇ : કબીર ખાન હવે સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન બોલર કપિલ દેવની લાઇફ પર હવે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેમાં કપિલ દેવની ભૂમિકામાં રણવીર સિંહ નજરે પડનાર છે. જ્યારે કપિલ દેવના એક વખતના સાથી ઝડપી બોલરની ભૂમિકામાં પંજાબી સ્ટાર એમ્મી વિર્ક નજરે પડનાર છે. લોકપ્રિય પંજાબી ફિલ્મ બામ્બુકત અને કિસ્મત જેવી લોકપ્રિય અને સફળ ફિલ્મોમાં કામ કરી ચુકેલા વિર્કે બલવિન્દર સિંહ સન્ધુની ભૂમિકા અદા કરવા માટે તૈયારી દર્શાવી દીધી છે. વીર્કે પંજાબી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ અદા કરી છે. હવે તે બોલીવુડમાં પણ પ્રવેશ કરવા જઇ રહ્યો છે.
ઝડપી બોલર બલવિન્દરસિંહની ભૂમિકામાં તે નજરે પડનાર છે. બલવિન્દર સન્ધુએ પણ પોતાના કેરિયરમાં અનેક વખત જારદાર દેખાવ કર્યો હતો. વેસ્ટઇન્ડિઝના ઓપનિંગ બેટ્સમેન ગ્રીનીઝને જારદાર ઇન સ્વીંગ બોલિંગથી આઉટ કરીને બલવિન્દરે ભારે લોકપ્રિયતા મેળવી હતી. રસપ્રદ બાબત એ છે કે, સંધુ હાલમાં રણવીરસિંહને કોચિંગ પણ આપી રહ્યો છે. મધુ દ્વારા આ અંગેની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે જે ફિલ્મના નિર્માતાઓ પૈકીના એક તરકે છે. કાસ્ટિંગને લઇને ચર્ચાઓ ચાલ રહ છે. અન્ય કલાકારોની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી. સુત્રોના કહેવા મુજબ આ ફિલ્મનું ચાર મહિનામાં શૂટિંગ કરવામાં આવશે. મે મહિનાથી લઇને ઓગસ્ટ મહિના દરમિયાન શૂટિંગ કરવામાં આવનાર છે. કબીર ખાનની આગામી ફિલ્મ જારદાર રોમાંચ સર્જે તેવી શક્યતા છે.