દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સ બાદ વધુ એક મહાન ખેલાડી હાસિમ અમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લેતા કરોડો ચાહકો નિરાશ થયા છે. અમલાને પોતાના સમયના સૌથી સારા ખેલાડીઓ પૈકી એક તરીકે ગણવામાં આવે છે. આફ્રિકા હમેંશા તેની બેટિંગને મીસ કરશે તેમાં કોઇ બે મત નથી. ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી મેચોમાં દક્ષિણ આફ્રિકા તરફથી શાનદાર કેરિયર ધરાવનાર અમલાએ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. અમલાની સિદ્ધીઓ નીચે મુજબ છે
• વનડે મેચોમાં સૌથી ઝડપી ૨૦૦૦ રન, ૩૦૦૦ રન, ૪૦૦૦ રન ૫૦૦૦, ૬૦૦૦ અને ૭૦૦૦ રનનો રેકોર્ડ છે
• તે આફ્રિકાની ટીમના કેપ્ટન તરીકે પણ જુન ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ સુધી રહ્યો હતો
• તેના નામ પર આફ્રિકા તરફથી સૌથી વધારે ૩૧૧ રન અણનમનો વ્યÂક્તગત ટેસ્ટ સ્કોર પણ છે. જે કોઇ પણ આફ્રિકન દ્વારા કરવામાં આવેલા એક ઇનિગ્સમાં સૌથી વધારે રનનો સ્કોર છે
• જુલાઇ ૨૦૧૨માં લંડનના ઐતિહાસિક મેદાન ખાતે ઇંગ્લેન્ડ સામે અમલાએ આ ૩૧૧ રન અણનમની ઐતિહાસિક ઇનિગ્સ રમી હતી
• અમલાએ તમામ ટેસ્ટ મેચ રમતા દેશોની સામે વનડે મેચોમાં સદી કરી છે. આવી સિદ્ધી હાંસલ કરનાર તે માત્ર ચોથો બેટ્સમેન રહ્યો છે
• વર્ષ ૨૦૧૩માં તેને વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો
• વર્ષ ૨૦૧૭ાં આઇપીએલમાં બે સદી ફટકારી હતી. કિગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા અમલાએ બે સદી ફટકારી હતી
• વનડે ક્રિકેટમાં સૌથી ઝડપથી ૨૭ સદી પૂર્ણ કરવાના ભારતના વિરાટ કોહલીના રેકોર્ડને પણ તોડવામાં સફળ રહ્યો હતો. કોહલીએ ૧૬૯ ઇનિગ્સમાં ૨૭ સદી પૂર્ણ કરી હતી
• વન ડે ક્રિકેટમાં અનેક રેકોર્ડ હજુ પણ પોતાના નામ પર ધરાવનાર અમલાના માર્ગ પર ચાલવા માટે આફ્રિકાના જ નહીં બલ્કે દુનિયાના યુવા ખેલાડી ઉત્સુક દેખાઇ રહ્યા છે
• વન ડે ક્રિકેટમાં ૨૭ અને ટેસ્ટ મેચટમાં ૨૮ સદી ફટકારી અમલાએ એક કુશળ ખેલાડી હોવાની સાબિતી પોતાની કેરિયરમાં આપી હતી
તમામ દેશો સામે સદીનો પણ અનોખો રેકોર્ડ
ગુજરાતનું ગૌરવ : સૌથી નાની ઉંમરે ISF ગેમ્સમાં ભાગ લેનાર અનિકા તોદી પહેલી ભારતીય વિદ્યાર્થિની બની
અમદાવાદઃ ભારત અને અમદાવાદ માટે ગર્વની ક્ષણ છે, અમદાવાદની રિવરસાઇડ સ્કૂલમાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિની અનિકા તોદી બહેરીનમાં યોજાનાર...
Read more