મુંબઇ: ભારતીય સિનેમાનના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન ચાર દશકથી પણ વધુ સમયથી સતત લોકપ્રિય રહ્યા છે. તેમની સાથેના તમામ કલાકારો હવે દેખાઇ રહ્યા નથી ત્યારે અમિતાભ ફિલ્મો અને ટીવી કાર્યક્રમમાં હજુ પણ સતત સક્રિય છે. અમિતાભ બચ્ચનને એક વખતે ફ્રાન્સના ડિરેક્ટર ફ્રાન્કોઇસ ટ›ફોલ્ટે વન મેન ઇન્ડસ્ટ્રીઝ તરીકે ગણાવીને તેમની પ્રશંસા કરી હતી. ૧૮૩થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અમિતાબ બચ્ચને તમામ ક્ષેત્રોમાં શાનદાર સફળતા મેળવી છે.
અમિતાભે માત્ર એક્ટિંગ સુધી જ નહી બલ્કે ગાયક તરીકે પણ ભારે લોકપ્રિયતા મેળવી હતી. કલાના ક્ષેત્રમાં યોદગાન બદલ અમિતાભ બચ્ચનને વર્ષ ૨૦૦૧માં પદ્મ ભુષણ અને વર્ષ ૧૯૮૪માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બચ્ચને વર્ષ ૨૦૧૩માં હોલિવુડની એક ફિલ્મમાં પણ ભૂમિકા ભજવી હતી.
ધ ગ્રેટ ગેટસબેમાં અમિતાભ બચ્ચને યહુદી પાત્રની ભૂમિકા અદા કરી છે. કોઇ પણ કેટેગરીમાં તેમની સૌથ વધારે પસંદગી કરવામાં આવી છે. અમિતાભ આજની તારીખમાં પણ પોતાની ફિલ્મો એકલા હાથે સફળ કરી શકે છે. અમિતાભને લઇને ફિલ્મો બનાવવાની ઇચ્છા યુવા પેઢીના નિર્માતા નિર્દેશકો પણ ધરાવે છે. જેમાં રોહિત શેટ્ટી અને કરણ જાહરનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૭૦ અને ૧૯૮૦ના દશકમાં અમિતાભનો જાદુ સૌથી વધારે રહ્યો હતો. અમિતબા બચ્ચને કેરિયરમાં ભારે સફળતા મેળવ્યા બાદ મોડેના તબક્કામાં નિષ્ફળતાનો સામનો પણ કર્યો હતો. જે ગાળામાં તેની તમામ ફિલ્મો ફ્લોપ રહી હતી.
વર્ષ ૧૯૯૨માં ખુદા ગવાહની રજૂઆત બાદ અમિતાભે પાંચ વર્ષ માટે અર્ધ નિવૃતિ લીધી હતી. પાંચ વર્ષ સુધી અમિતાભ કોઇ ફિલ્મમાં દેખાયા ન હતા. ત્યારબાદ અમિતાભને સરેરાશ સફળતા મળી હતી. વર્ષ ૧૯૯૦માં અમિતાભે અગ્નિપથમાં યાદગાર ભૂમકા અદા કરી હતી.અમિતાભ હાલમાં ગુજરાતના પ્રવાસના ક્ષેત્રે બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ઉપરાંત કેબીસી શોને રજૂ કરી રહ્યા છે. કેબીસીમાં પણ અમિતાભે રેકોર્ડ સફળતા મેળવી હતી.