અમિતાભ બચ્ચન હજુ પણ સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ બોલિવુડમાં સૌથી વ્યસ્ત રહેતા અભિનેતાઓ પૈકી એક તરીકે છે. આટલી મોટી વયમાં પણ અમિતાભ પાસે સતત કામ આવે છે. તેમની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. હવે અમિતાભ બચ્ચન નવેમ્બર મહિનામાં ઝુંડ ફિલ્મનુ શુટિંગ કરનાર છે. રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ અને પોતાની નવી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રજૂઆત બાદ ફિલ્મનુ શુટિંગ અમિતાભ હાથ ધરનાર છે. આમીર ખાન અને ઠગ્સ ઓફ હિન્દસ્તાન નામની ફિલ્મ હવે રજૂ થવાની તૈયારીમાં છે.

ફિલ્મ નિર્માતા નાગરાજ મંજુલેની ફિલ્મ ઝુંડ વિજય બોર્સના  જીવન પર આધારિત ફિલ્મ છે. જે સ્લમ સોકરના સ્થાપક તરીકે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક પ્રોફેસર તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. જે સ્ટ્રીટ ચિલ્ડ્રનને ફુટબોલ ટીમ બનાવવા માટે પ્રેરિત કરે છે. ફિલ્મનુ શુટિંગ એક વખતે શરૂ કરવામાં આવ્યા બાદ તેને ખુબ જ ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસ કરવામાં આવશે. જેથી શુટિંગ ખુબ જ ઝડપથી હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ ૭૦-૮૦ દિવસ સુધી ચાલી શકે છે.

નાગરાજ મંજુલેએ કહ્યુ છે કે તેમના દ્વારા નાગપુર શહેરની પસંદગી કરવા પાછળ પણ ચોક્કસ કારણ રહેલા છે. તેમનુ કહેવુ છે કે પટકથા ત્યાંની છે જેથી તેમના દ્વારા આની પસંદગી કરવામાં આવી છે. તેમનુ કહેવુ છે કે શક્ય તેટલા વધુ પ્રમાણમાં ફિલ્મને રિયલ દર્શાવવા માટેની તેમની યોજના છે. નાગપુરનુ પોતાનુ આકર્ષણ છે. તેના અનુભવ પણ અલગ પ્રકારના છે. અમિતાભ હાલમાં જુદા જુદા કામોને લઇને વ્યસ્ત છે. સૌથી પહેલા તે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને લઇને વ્યસ્ત છે. કેબીસી શોમાં પણ હાલ અમિતાભ નજરે પડે છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કેફ કામ કરી રહી છે.

Share This Article