અમદાવાદ : ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વાઘાણીએ માહિતી આપતા કહ્યું હતું કે, આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નામાંકન દાખલ કરનાર છે. નામાંકન દાખલ કરતા પહેલા જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ભવ્ય રોડ શો પણ યોજાશે. તેમના નારણપુરા ખાતે જુના નિવાસસ્થાન પાસેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, કેબિનેટ મંત્રી નીતિન ગડકરી, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકારે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ ભવ્ય રોડ સોની શરૂઆત થશે. વાઘાણીએ માહિતી આપતા કહ્યું હતું કે, આ રોડ શો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી આગળ વધતા પલ્લવ ચાર રસ્તા શાસ્ત્રીનગર પ્રભાત ચોક થઇ પાટીદાર ચોક સુધી આશરે ચાર કિલોમીટર સુધી યોજાશે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ ગાંધીનગર પહોંચશે જ્યાં સેકટર ૬-૭ના બસ સ્ટેન્ડથી પથિકાશ્રમ સુધી ભાજપના કાર્યકરો ઉપÂસ્થત રહી માન સાંકળનું નિર્માણ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે તા.૩૦મી માર્ચના રોજ વિજયમૂર્હુતમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા અમિત શાહને શાહી અંદાજમાં રોડ-શો અને શકિત પ્રદર્શન મારફતે વિજય સંકલ્પનો શંખ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં આવતીકાલે ફુંકવાની કવાયત હાથ ધરાઇ છે.
અમિત શાહનો ત્રણથી ચાર કિલોમીટર લાંબો રોડ-શો યોજાશે, જેમાં એક લાખ કાર્યકરો અને લોકોને જાડવાનું ભાજપનું ગણિત છે. તો આ શકિત પ્રદર્શન અને રોડ-શો દરમ્યાન શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે, નીતિન ગડકરી, રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન સહિતના અનેક મહાનુભાવો પણ હાજરી આપે તેવી શકયતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે તા.૩૦મી માર્ચના રોજ શાહી અંદાજમાં ગુજરાત લોકસભા ચૂંટણીમાં એક ઐતિહાસિક ડગ માંડવા જઇ રહ્યા છે કારણ કે, અમિત શાહની આ સૌપ્રથમ લોકસભા ચૂંટણી છે કે જેમાં તેઓ સાંસદ બનવા માટે ઉમેદવારી નોંધાવશે. શાહના આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાને લઇ ભાજપે લગભગ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી રાખી છે, માત્ર ઔપચારિકતા જ બાકી રખાઇ છે. ભાજપ દ્વારા અમિત શાહના નારણપુરાના ઘરથી માંડીને ગાંધીનગર સુધી ૨૫ કિમી લાંબા રૂટ પર રોડ શો અને માનવ સાંકળ રચવામાં આવશે.
અમિત શાહના ઉમેદવારી પત્ર ભરવાના શક્તિ પ્રદર્શનમાં એક લાખથી વધુ લોકોને એકઠા કરવા માટેનો પ્લાન ગુજરાત ભાજપે નક્કી કર્યો છે. જેને અમલી બનાવવા માટે ગુજરાત ભાજપ સરકાર, સંગઠન અને સહકાર ક્ષેત્ર તમામને કામે લગાડી દેવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડીને પેજ પ્રમુખ સુધીના કાર્યકરોને સોંપાયેલી જવાબદારી સોંપવામાં આવી છે. અમિત શાહ જીતના સંકલ્પ સાથે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આવતીકાલે તા.૩૦મી માર્ચે બપોરે ૧૨-૩૯ મિનિટે વિજયમૂર્હુતમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરશે ત્યારે ચાર કિલોમીટર સુધીનો ભવ્ય રોડ શો અમદાવાદમાં યોજાશે. અમિત શાહ ઉમેદવારી પત્ર ભરતા હોય તે ઐતિહાસિક ક્ષણને વધાવવા ભાજપના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ સહિત હજારો કાર્યકર્તાઓ, ધર્મગુરુઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં સવારે ૯.૦૦ કલાકે મેગા રોડ શો યોજાશે. અમિત શાહ તેમના નારણપુરા ખાતે આવેલ જૂનાં નિવાસસ્થાન પાસેની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી વિશાળ જન સમુદાય સાથે આ મેગા રોડ શોની શરૂઆત કરશે. ત્યાંથી પલ્લવ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, પ્રભાત ચોક થઇ પાટીદાર ચોક સુધી આશરે ૪ કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. આ રોડ-શોના સમાપન બાદ અમિત શાહ ગાંધીનગર મુકામે પહોંચશે. જ્યાં સેકટર-૬/૭ના બસસ્ટેન્ડથી પથિકાશ્રમ સુધી ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી માનવ સાંકળનું નિર્માણ કરી અમિત શાહને વધાવશે. જ્યાં અલગ અલગ કલાકારો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે. અમિત શાહ જ્વલંત વિજયના સંકલ્પ સાથે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર દાખલ કરશે.