અમિત શાહ સામેના પડકારો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્રિય પ્રધાન તરીકે અમિત શાહને હવે તેમની ક્ષમતા સાબિત કરવાના પડકારો રહેલા છે. તેમની સામે કાશ્મીર એક મુખ્યપડકાર તરીકે છે. કલમ૩૫ એ અને કલમ ૩૭૦ પર અમિત શાહને પોતાની વિશ્વસનીયતા સાબિત કરવાનો પડકાર મોટો પડકાર તરીકે છે. રામ જન્મભૂમિના જટિલ વિવાદપણ તેમના હિસ્સામાં જ આવનાર છે. જો અમિત શાહ આ તમામ મોરચે સફળ સાબિત થશે તો તેઓ પોતાની રીતે સર્વસ્વીકૃત નેતા બની જશે. નરેન્દ્ર મોદી તેમને સરકારનુ નેતૃત્વ કરવા માટે એક વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આગળ વઘી ચુક્યા છે. સંગઠન માટે પણ મોદી અને શાહ એવા લોકોને પસંદ કરી રહ્યા છે જે પોતાની અનુસાર કામ કરવા માટે તેમને આગળ વધારી રહ્યા છે.

આ નેતાઓ પહેલાથી જ એ રીતે જ કામ કરી રહ્યા છે. આ ક્રમમાં મોદી સંગઠન અને સરકાર બંનેમાં યોગ્ય ઉત્તરાધિકારી તૈયાર કરીને લઇ જશે તો તેમના નામ પર એવી સિદ્ધી આવી જશે જેને ભાજપ તો શુ દેશની કોઇ પાર્ટી હાંસલ કરી શકશે નહીં. સંકેત સાફ મળી રહ્યા છે કે અમિત શાહને મોદીના વારિસ તરીકે સ્થાપિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે સાથે શાહ ખુબ મહેનત સાથે તમામ પડકારોને સફળ રીતે પાર પાડી રહ્યા છે.

Share This Article