અમિત શાહ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ બીજા સૌથી શક્તિશાળી નેતા તરીકે રહ્યા છે. અમિત શાહ મોદી બાદ હાલમાં દેશના સૌથી શક્તિશાળી રાજકીય વ્યક્તિત્વ છે. ગૃહપ્રધાન હોવાની સાથે સાથે હાલમાં તેઓ ભાજપના પ્રમુખ તરીકે પણ રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં આઠ સમિતીની રચના કરી છે. આ તમામ આઠ સમિતિમાં અમિત શાહ સામેલ છે. ભાજપના સમગ્ર ઇતિહાસમાં ક્યારેય કોઇ વ્યક્તિ આટલી શક્તિશાળી તરીકે રહી નતી. પ્રશ્ન એ થાય છે કે અમિત શાહને સામાન્ય પ્રક્રિયા હેઠળ લાવવામાં આવ્યા છે કે પછી કોઇ દુરગામી રણનિતી પણ રહેલી છે. આ વર્ષે ઝારખંડ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આગામી વર્ષે બિહારમાં અને ૨૦૨૧માં બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ રાજ્યો સુધી તો તેમને અધ્યક્ષ પદ તરીકે ચાલુ રાખવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યુ હતુ.
સાથે સાથે એમ પણ માનવામાં આવી રહ્યુ હતુ કે આગાળા સુધી તેમને સરકારમાં સામેલ કરવામાં આવનાર નથી. આવી સ્થિતીમાં તેમને કેબિનેટમાં સામેલ કરીને તેમનુ કદ ખુબ વધારી દીધુ છે. આ કોઇ સામાન્ય બાબત નથી. પાર્ટીના કાર્યો માટે અમિત શાહે ખુબ મહેનત કરી છે. જેના કારણે સમગ્ર દેશના નેતાઓ અને કાર્યકરો તેમની નોંધ લઇ રહ્યાછે. પોતાના મુદ્દા પર અમિત શાહ મક્કમ રહ્યા છે. આક્રમક હોવાના કારણે શુદ્ધ હિન્દુત્વની વિચારધારા ધરાવનાર લોકોની અંદર પણ તેમની છાપ મજબુત બની ગઇ છે. ભાજપને શાહે ભલે કેડર આધારિત સખ્ત વિચારધારાવાળી પાર્ટી બનાવી નથી પરંતુ મોદીના કારણે તેમની નબળી ધારને ફરી મજબુત કરી લીધી છે. તેમનો સંદેશ છે કે સરકાર ભલે પોતાની મર્યાદામાં રહે પરંતુ પાર્ટી તે મર્યાદાને માનવા માટે બંધાયેલી નથી. લાંબા સમય બાદ અધ્યક્ષે રામમંદિર, કલમ ૩૫એ, કલમ ૩૭૦ અને બાંગ્લાદેશી ઘુસણખોરો પ્રત્યે કઠોર વલણ અપનાવ્યુ છે. સાથે સાથે હિન્દુત્વ સાથે જાડાયેલા તમામ મુદ્દા પર અમિત શાહ ખુલ્લીને વાત કરી રહ્યા છે. આના કારણે સમગ્ર પાર્ટીમાં લાંબા સમયથી રહેલી જડતા તુટી ગઇ છે. ભાજપના કાર્યક્રમમાં જયશ્રી રામના નારા ચારેબાજુ ગુંજવા લાગી ગયા છે.
જે આજે પશ્ચિમ બંગાળમાં તૃણમુળ કોંગ્રેસની સરકારની સામે ભાજપના પ્રમુખ નારા તરીકે છે. કેરળમાં સબરીમાળા આંદોલન શાહના કારણે જ આટલુ પ્રચંડ બની ગયુ હતુ. જા કે તેનો લાભ કોંગ્રેસ પાર્ટીને મળ્યો હતો. કારણ કે સરકાર આ વિષય પર વટહુકમ લાવવામાં નિષ્ફળ રહી હતી. શાહના નેતૃવમાં વિચારધારાના સવાલ પર પાર્ટી વાજપેયી અને અડવાણીના ગાળામાં ક્ષમાયાચકની ભૂમિકામાંથી બહાર આવી ચુકી છે. ખુબ પહેલાથી જ અમિત શાહ મોદીના સૌથી વિશ્વસનીય સહયોગી તરીકે રહ્યા છે. ગુજરાત સરકારમાં શાહની પાસે એક સમય ૧૨ ખાતા હતા. તેમની ક્ષમતાથી મોદી સંપૂર્ણ પરિચિત રહ્યા છે. શાહ પર પોલીસ અથડામણના જેટલા મામલા સીબીઆઇ દ્વારા બનાવવામાં આવ્યા હતા તે તમામ મામલામાં શાહની સાથે મોદી ઉભા રહ્યા હતા. તેમને જેલ ભેગા કરવામાં આવ્યા ત્યારે પણ મોદીએ તેમનો સાથ છોડ્યો ન હતો. કેસ ચાલે ત્યાં સુધી તેઓ સરકારમાં રહી શકે તેમ ન હતા.
જેથી તેમને રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યાહતા. ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે અમિત શાહે પાર્ટીમાં નવા પ્રાણ ફુંકી દીધા હતા. મોદીને વારાણસીથી ચૂંટણી લડાવવાનો વિચાર પણ તેમનો જ હતો. મોદી હાલની અને દુરગામી વિચારધારા સાથે આગળ વધે ચે. મોદી નિહાળી ચુક્યા છે કે વાજપેયી અને અડવાણીએ તેમના વિશ્વસનીય ઉત્તરાધિકારી બનાવવા માટેના પ્રયાસ કર્યા ન હતા. જેથી વર્ષ ૨૦૦૪ બાદ ભારતીય જનતા પાર્ટી ખુબ નબળી પડી રહી હતી. મોદી ભાજપની આવી સ્થિતી ઉભી કરવા માટે તૈયાર નથી. તેઓ સરકારના નેતૃત્વ માટે અમિત શાહને ઉત્તરાધિકારી તરીકે ઉભા કરવા માટે ઇચ્છુક છે. શાહના સંબંધમાં યોજનાના સંકેત તો પહેલાથી જ મળવા લાગી ગયા હતા. ગાંધીનગર સીટ માટે જ્યારે અમિત શાહે ઉમેદવારી કરી ત્યારે એનડીએના તમામ પક્ષોના નેતા હતા. તમામે શાહની તરફેણમાં ભાષણ કર્યુ હતુ. જેથી પાર્ટીમાં જ નહીં બલ્કે સાથી પક્ષોમાં પણ તેમની સર્વોચ્ચ સ્તર પર નોંધ લેવાઇ ગઇ છે. આવનાર દિવસોમાં અમિત શાહની ભૂમિકા રાષ્ટ્રીય સ્તર પર વધારે શક્તિશાળી બને તેવા સંકેત તો પહેલાથીજ દેખાઇ રહ્યા છે. કારણ કે તેમની પાસે ગૃહ ખાતુ પણ રહેલુ છે. સાથે સાથે પાર્ટી પ્રમુખ પણ છે.