લોકસભાની ચૂંટણીમાં કારમી હાર ખાધા બાદ કોંગ્રેસ પાર્ટીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. હારના કારણોમાં ચકાસણી કરવામાં આવી રહી છે. રાજીનામ પણ પડી રહ્યા છે. રાજીનામાની ઓફર પણ થઇ રહી છે. આ પ્રક્રિયા કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહી છે. જા કે કોંગ્રેસ પાર્ટી પહેલાની જેમ હજુ પણ માત્ર ઔપચારિકતા દર્શાવી રહી છે. જે તેને વધુ નુકસાન કરી શકે છે. નિર્ણાયક પગલા લેવામાં આવી રહ્યા નથી. કોંગ્રેસ કારોબારીની બેઠક ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં હારના કારણો પર ચર્ચા થઇ હતી. જા કે અન્ય કોઇ નક્કર નિર્ણય લેવામાં આવ્યા નથી. કોંગ્રેસ પાર્ટીને સૌથી પહેલા પાર્ટીની જે ખરાબ હાલત થઇ છે તેના માટે લોકોની અંદર વિશ્વાસ જગાવવાની જરૂર છે. લોકલક્ષી મુદ્દા પર લોકોની વચ્ચે રહેવાની જરૂર છે.
સાથે સાથે લોકોના આંદોલન વેળા રચનાત્મક રીતે તેમની સાથે રહેવાની જરૂર છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીની ખરાબ થતી હાલત માટે તેના સંગઠનની કામગીરી પણ જવાબદાર છે. પાર્ટીને સંગઠનના સ્તર પર મજબુત કરવા માટે મજબુત અનુભવી નેતાની જરૂર છે. કોંગ્રેસમાં આજે એવા કોઇ નેતા નથી જે ભાજપ પ્રમુખ અમિત શાહની જેમ રોકાયા અને થાક્યા વગર પાર્ટી સંગઠનને મજબુત કરવા માટે કામ કરે છે. સંગઠનના સ્તર સૌથી પહેલા પ્રાથમિકતાની સાથે ધ્યાન આપવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટીને હવે ગુમાવવા માટે કઇ નથી જેથી બિલકુલ નવી શરૂઆત કરવાનો સમય આવી ગયો છે.કોંગ્રેસ પાર્ટી હવે કયો રસ્તો પસંદ કરશે તેની ચર્ચા છે.
કોંગ્રેસ પાર્ટીને જો ભવિષ્યમાં યોજાનાર ચૂંટણીમાં સારા દેખાવ તરફ કુચ કરવી છે તો તો સૌથી પહેલા પાર્ટીના સંગઠનના માળખા પર ધ્યાન આપવુ પડશે. આના માટે ભારે ઉર્જા ધારવાનર અને પાર્ટી માટે કટિબદ્ધ હોય તેવા નેતાની જરૂર છે. એવા નેતાની જરૂર છે જે સતત સક્રિય રહીને પાર્ટીના બિલકુલ નીચલા સ્તરથી નવેસરથી દરેક રાજ્યમાં પાર્ટીને ફરી બેઠી કરવા માટે કામ કરે. સાથે સાથે લોકોમાં કોંગ્રેસના વિશ્વાસને વધારી દેવા માટે તેમની વચ્ચે પણ રહે તે જરૂરી છે.