નવી દિલ્હી : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે હવે ત્રાસવાદ અને તસ્કરીના મુદ્દે વધારે કઠોર વલણ અપનાવવા માટેનો સંકેત આપ્યો છે. આના ભાગરૂપે સુરક્ષા દળોની પાસેથી એક્શન પ્લાનની માંગ કરવામાં આવી છે. ત્રાસવાદ, હથિયારોની તસ્કરી, નશીલા પદાર્થો અને પશુઓની તસ્કરી પ્રત્યે હવે લાલ આંખ કરવાનાં આવનાર છે. આ તમામ મુદ્દા પર જીરો ટોલરન્સની નીતી અપનાવવામાં આવનાર છે. આ તમામ સમસ્યાને હાથ ધરવા માટે સરહદ સુરક્ષા દળો પાસેથી વિસ્તૃત રિપોર્ટની માંગ કરવામાં આવી છે. સરહદ સુરક્ષા દળની સમીક્ષા માટે રાખવામાં આવેલી બેઠકમાં શાહે સરહદી કર્મચારીઓના આવાસ, આરોગ્ય અને તેમની અન્ય સુવિધાને લઇને ચર્ચા કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે અમને આ બાબત પર ધ્યાન રાખવાની જરૂર છે કે સુરક્ષા દળોના કારણે ૧૩૦ કરોડ દેશવાસીઓ સુરક્ષિત છે. સુત્રોએ કહ્યુ છે કે આ મિટિંગમાં આર્ટિકલ ૩૭૦ ખતમ કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીમાં વધારા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બેઠકમાં શાહે બાંગ્લાદેશી ઘુસણખોરીના મુદ્દા પર ચર્ચા કરી હતી.
ઇમિગ્રેશનને લઇને મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમી સરહદ પર માદક પદાર્થોની તસ્કરી અને પૂર્વીય સરહદ પર પ્રાણીઓની તસ્કરીની યોજના તૈયાર કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ શાહ હવે ત્રાસવાદીઓ પર વધારે મજબુતી સાથે તુટી પડવા માટેની રણનિતી પર કામ કરી રહ્યા છે. જેના બાગરૂપરે સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરવામાં આવનાર છે. મોદી સરકાર આને લઇને સતત બેઠકો યોજી રહી છે. પાકિસ્તાનમાં ત્રાસવાદી કેમ્પો અને પોકના કેમ્પો અંગે પણ જાણકારી એકત્રિત કરવામાં આવી રહી છે. ટુંક સમયમાં જ વિગત જાહેર કરવામાં આવી શકે છે.