અમિત શાહે પોતાના વાયરલ વીડિયો પર સ્પષ્ટતા આપી, કોંગ્રેસ પર પ્રહારો કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે તેમના ફેક વીડિયો પર કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમનો ફેક વીડિયો બનાવ્યો છે. કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, વિપક્ષોએ મેનિફેસ્ટો પર ચૂંટણી લડવી જાેઈએ નકલી વીડિયો પર નહીં. શાહે કહ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાજનીતિ સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે.

જણાવી દઈએ કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે માહિતી આપી હતી કે, તેણે શાહનો એક છેડછાડભર્યો વીડિયો સર્ક્‌યુલેટ કરવા માટે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં આરક્ષણ અંગેના તેમના સ્ટેન્ડને ખોટો ગણાવ્યો છે. હ્લૈંઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના અમુક હેન્ડલ્સને ટાર્ગેટ કરે છે, જેણે શાહના નિવેદનોને સંપાદિત કરીને ખોટો દાવો કર્યો હતો કે, મંત્રીએ દેશમાં અનામત સમાપ્ત કરવા માટે દલીલ કરી હતી.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ‘ઠ’ પર ગૃહમંત્રીના અસલ અને ‘સંપાદિત’ વીડિયો શેર કરતા કહ્યું કે, જનતાને ગેરમાર્ગે દોરવી લોકશાહી માટે નુકસાનકારક છે. આ બેજવાબદારીભર્યું વર્તન શાંતિને ખલેલ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. દિલ્હી પોલીસની કાર્યવાહી બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાના નિવેદનના એક દિવસ પછી આવી છે કે, તેલંગાણા કોંગ્રેસ વિંગ અમિત શાહનો સંપાદિત વિડિઓ ફેલાવી રહી છે. જે સંપૂર્ણપણે નકલી છે અને મોટા પાયે ગુનાઓ તરફ દોરી શકે છે અને મોટા પ્રમાણમાં હિંસા થવાની સંભાવના છે.

માલવિયાએ મંગળવારે કહ્યું હતું કે, શાહના નકલી વીડિયોનો પ્રચાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેથી દેશભરમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે”અમે નકલી સમાચારોથી જાહેર ચર્ચાને મુક્ત કરવાની અમારી પ્રતિબદ્ધતા પર ઊભા છીએ.”

Share This Article