અમદાવાદ – શહેરના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આર પ્લેનેટ ઈન્ટગ્રેટ સોલ્યુશન અને ટેક્નોગ્રીન રિસાયકલિંગ દ્વારા ગ્રીન પ્લેનેટ રનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વહેલી સવારે 5 હજારથી પણ વધુ દોડવીરો જોડાયા હતા. જેમણે 5 અને 10 કિલોમીટરની રન કરીને પર્યાવરણ જાગૃતિ અંગેનો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ પણ ઉપસ્થિત રહી હતી. અમિષા પટેલે દોડવીરોને હેલ્ધિ લાઈફ જીવવા માટે મેસેજ આપ્યો હતો. ગ્રીન પ્લેનેટ રનનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની જાળવણી અને રિસાઈકલિંગ પર વધુ ફોકસ કરીને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો હતો.
ટેમ્પો ટ્રાવેલરમાં એસી, પલંગ, ગાદલા સહિતની સુવિધા, રોજ પુરુષોની લાઇનો લાગતી, તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ
જામનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં, રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો...
Read more