ભારે વરસાદ વચ્ચે નદીમાં પાણીનું જોર એટલુ બધુ કે પૂલની દિવાલ તૂટી ગઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે કે જોઈને દિલ ખુશ થઈ જાય ત્યારે કેટલાક વીડિયો એવા પણ હોય છે જે લોકોને આશ્ચર્યમાં મુકી દે છે. ત્યારે આત્યારે સમગ્ર દેશમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે અનેક રાજ્યમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં વરસાદને લઈને અનેક વીડિયો સામે આવ્યા છે ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે નદી ગાંડી બની છે અને તેના પાણીના પ્રવાહ જોર જોરથી વહી રહ્યો છે. પાણીનું જોર એટલુ બધુ છે કે તે પૂલની દિવાલને પણ તોડી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ પાણીના જોરદાર પ્રવાહને કારણે અનેક પુલ ધરાશાયી થયા છે અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. હિમાચલના કુલ્લુ, મનાલી અને મંડીમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું, જેના કારણે ચંદીગઢ-મનાલી હાઈવેનો એક ભાગ પણ ધોવાઈ ગયો.

હિમાચલમાં ભારે વરસાદને કારણે ૭૦૦થી વધુ રસ્તાઓ બંધ છે. ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ હિમાચલ પ્રદેશમાં નદીઓમાં પડેલા અનેક તૂટી પડતા પુલોનો વીડિયો શેર કર્યો હતો. અહીં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વહેતો દેખાય રહ્યો છે. મનાલીમાં દુકાનો ધોવાઈ જવાના અહેવાલો છે, વાહનો ધોવાઈ ગયા છે અને કુલ્લુ, કિન્નૌર અને ચંબામાં અચાનક પૂરમાં ખેતીની જમીનને નુકસાન થયું છે. લોકપ્રિય પર્યટન નગર કસોલમાં લેવાયેલ વિડિયોમાં એક નદી તેના કાંઠે વહેતી જોવા મળે છે, જે પ્રવાસીઓની કારને નીચે તરફ લઈ જાય છે.

ટિ્‌વટર યુઝર ‘વેધરમેન શુભમ’ એ હિમાચલ પ્રદેશના મણિકરણ શહેરમાં ઝડપથી વહેતી પાર્વતી નદીનો વીડિયો ટિ્‌વટ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક ગાડીની રફતારની જેમ પાણી પણ તેજ રફતારથી વહી રહ્યું છે તેમજ પાણીના આ પ્રવાહનો પ્રકોપ એકલો છે કે તે સામેના પૂલને અથડાઈને તેની દિવાલને પણ તોડી રહ્યું છે. આ સાથે હિમાચલમાં વરસાદને લઈને અનેક વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે આ વીડિયોને જોતા લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા શાંત થાય અને રાજ્ય તેમજ દેશમાં વરસાદથી વધુ તબાહી ન થાય.

Share This Article