વિવાદોની વચ્ચે આદિપુરુષની આટલા જ દિવસમાં જ કરોડો થઇ ગઈ કમાણી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ આદિપુરુષે માત્ર ૩ દિવસમાં છપ્પરફાડ કમાણી કરી લીધી છે. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત અને ડાયલોગ રાઇટર મનોજ મુંતશિરને ઓડિયન્સની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ટીકાઓની વચ્ચે ડાયલોગ્સ બદલવાનો ર્નિણય કર્યો. પ્રભાસ, ક્રીતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષ ૧૬ જૂનના રોજ રિલીઝ થઇ છે. ઓપનિંગ ડેના દિવસે ફિલ્મએ રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી હતી. ફિલ્મએ પહેલાં વિકેન્ડમાં ૧૨૯ કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધુ છે. કલેક્શનના હિસાબથી જોવામાં આવે તો ફિલ્મ પર ટ્રોલિંગ વધારે થયુ નથી. આદિપુરુષ મુવીએ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર ૬૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે.

ભારતમાં આદિપુરુષે ૨૧૬ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. ફિલ્મની ૬૧.૭૫ ટકા કમાણી હિન્દી બોક્સ ઓફિસ પર થઇ છે. ફિલ્મએ દુનિયાભરમાં કુલ મળીને પહેલા વિકેન્ડમાં ૩૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. ફિલ્મના ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા ટિ્‌વટમાં જણાવે છે કે આદિપુરુષ મુવીએ માત્ર ૩ દિવસમાં ૩૦૦ કરોડથી વધારે વર્લ્ડ વાઇડ કલેક્શન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં પ્રભાસે ટિ્‌વટ કર્યુ હતુ કે, આદિપુરુષે ૨ દિવસમાં દુનિયાભરમાં ૨૪૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. પ્રભાસે એમના ટ્ટવિટમાં લખ્યુ હતુ કે..આદિપુરુષે દુનિયા ભરના દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. પહેલાં દિવસે ૧૪૦ કરોડ રૂપિયાની બમ્પર ઓપનિંગ કરી. બીજા દિવસે ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ. બે દિવસમાં કુલ મળીને કલેક્શનની વાત કરવામાં આવે તો ૨૪૦ કરોડ રૂપિયા થઇ ગયા છે. જય શ્રી રામ.. આદિપુરુષ મુવીને લઇને વિવાદ પર મેકર્સે એવી પણ ઘોષણા કરી છે કે કેટલાક એવા ડાયલોગ્સને દૂર કરી દઇશું જેના કારણે ભારતના અનેક ભાગમાં હંગામો થયો છે. મેકર્સ પર મહાકાવ્ય રામાયાણનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે.

મનોજ શુક્લાએ એક ટિ્‌વટમાં કહ્યું છે કે આદિપુરુષમાં ૪૦૦૦ થી વધારે લાઇનો એમને લખી છે, પરંતુ ૫ લાઇનોને કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મનોજ મુંતશિર શુક્લા આ વિશે કહે છે કે..હું ડાયલોગ્સના પક્ષમાં અગણિત દલીલો આપી ચુક્યો છું, પરંતુ આનાથી તમને કોઇ ફરક નહીં પડે. મેં અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકે નક્કી કર્યુ છે કે કેટલાક ડાયલોગ્સ એવા છે જે તમને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે એને રિવાઇઝ કરીશું અને આ અઠવાડિયામાં ફિલ્મ સાથે જોડી દેવામાં આવશે, શ્રી રામ બધાનું ભલુ કરે.

Share This Article