અમેરિકા : વિઝા ઓવરસ્ટે પ્રશ્ને વધુ કઠોર વલણ રહેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વિઝા ઓવરસ્ટેના મામલામાં ભારતીયોને હવે અમેરિકામાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકા પહોંચનારની સંખ્યા ઓછી કરવાના હેતુસર કઠોર પગલા લેવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી સૌથી વધારે અસર ભારતીયો ઉપર થશે. ડોનાલ્ડ ટ્રમ્પે બિઝનેસ એન્ડ ટ્યુરિસ્ટ વિઝિટર્સ તેમજ અન્ય નોન ઇમિગ્રન્ટ વિઝા હોલ્ડર્સના ઓવરસ્ટેમાં કમી લાવવા માટે આ નિર્ણય જારી કરવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ એન્ડ ડિપાર્ટમન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને એક મેમો જારી કરવામાં આવ્યા છે.

આ મેમો મુજબ વિઝા સંબંધિત નિયમોના વધુને વધુ ઉપયોગ માટે એડમિશન બોન્ડ લાવવામાં આવી શકે છે. એડમિશન બોન્ડ લાવવાની સ્થિતિમાં ભારતીયોને તકલીફ પડશે. ઇમિગ્રેશનના મામલામાં નિષ્ણાંત રહેલી કેલિફોર્નિયાની એક કંપનીમાં કામ કરતા વ્યક્તિએ કહ્યું છે કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મેમો નોન ઇમિગ્રન્ટ વિઝાના તમામ વર્ગ માટે જારી કર્યા છે જે ખુબ જ વ્યાપક પ્રમાણમાં છે. આ પ્રકારના વિઝા વિદ્યાર્થીઓ, મજુરો અને તેમના ઉપર નિર્ભર રહેનાર લોકોને આપવામાં આવે છે.

આવા લોકો જા ઓરવસ્ટે કરે છે તો ભવિષ્યમાં તેમના ઉપર એડમિશન બોન્ડ લાગૂ કરવામાં આવશે. મેમોમાં કોઇ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમાં કોઇ તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની વાત પણ કરવામાં આવી નથી પરંતુ આમા અમેરિકી સંસ્થાઓને ૧૨૦ દિવસની અંદર પ્રમુખને ભલામણ કરવા અથવા તો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. અમેરિકામાં હાલમાં ૧.૯૬ લાખ ભારતીય વિદ્યાર્થી છે જે કુલ વિદેશી વિદ્યાર્થીમાં ૧૮ ટકા છે.

Share This Article