અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જણાવ્યું કે અમેરીકા ઐતિહાસિક પેરિસ જળવાયુ કરારમાં ફરીથી જોડાઇ શકે છે, પરંતુ તેમણે આ દિશામાં વધુ કોઇ સંકેત આપ્યા નથી. વ્હાઇટ હાઉસમાં આયોજીત નોર્વેના પ્રધાનમંત્રી ઈરના સોલબર્ગની સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં અમેરીકન રાષ્ટ્રપતિએ પેરિસ જળવાયુ કરારથી અલગ થવાના પોતાના નિર્ણયને સાચો જણાવ્યો અને કહ્યું કે જો સાચી રીતે સંધિ કરવામાં આવે તો અમેરીકા તેમાં ફરીથી જોડાઇ શકે છે.