વોશિંગ્ટન : અમેરિકાએ જાહેરાત કરી છે કે તે સાઉદી અરેબિયાને ફરીથી આક્રમક હથિયારો વેચવાનું શરૂ કરશે. એક ખાનગી પોર્ટલના સમાચાર અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન પ્રશાસને ર્નિણય લીધો છે કે તેઓ થોડા વર્ષો પહેલા યમન પર સાઉદીની આક્રમક કાર્યવાહી બાદ બંધ કરાયેલી આક્રમક હથિયારોની સપ્લાય ફરી શરૂ કરશે. ત્રણ વર્ષ પહેલા શસ્ત્ર સપ્લાય બંધ થયા બાદ બંને દેશોના સંબંધોમાં અંતર આવી ગયું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ સોદો ફરીથી શરૂ કરવા માટે કામ પૂર્ણ કરી લીધુ છે, અને અમે અમારા ભાગને પૂર્ણ કરવા માટે તૈયાર છીએ. અત્રે એ નોંધનીય છે કે યમન પર હુમલાને કારણે અમેરિકાએ સાઉદી સાથેની આ ડીલ ખતમ કરી દીધી હતી, હવે એ જ યમન પર અમેરિકન સંગઠન સેના બનાવીને હુમલો કરી રહ્યું છે. વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, “સાઉદી અરેબિયા અમેરિકાનું નજીકનું વ્યૂહાત્મક ભાગીદાર છે અને અમે આ ભાગીદારીને આગળ લઈ જવા માટે આતુર છીએ. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ રિયાધ અને સના વચ્ચેના કરાર માટે આક્રમક નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જાે કે, યમન સરકારે અમેરિકા પર સાઉદી અને યમન વચ્ચેના શાંતિ કરારને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર ડીલ ફરી શરૂ કરવા પાછળ ગાઝા તણાવ પણ મુખ્ય કારણ છે. જેના કારણે યમનના હુથીઓ અમેરિકા અને ઈઝરાયેલના જહાજાેને સતત નિશાન બનાવી રહ્યા છે. હુતી બળવાખોરોને રોકવા માટે અમેરિકાએ એક સંગઠિત સેના બનાવી છે અને હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકા ઈચ્છે છે કે સાઉદી પણ આ સંગઠનનો હિસ્સો બને અથવા હુથીઓને રોકવા માટે પગલાં ભરે, પરંતુ સાઉદી આવું કરવાનું ટાળી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ યમન પર સાઉદીની કાર્યવાહીની નિંદા કરી હતી અને તેને માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. હવે આ બાઈડન પ્રશાસને યમન પર હુમલો શરૂ કરી દીધો છે. હૂતી સાથેના તણાવથી, અમેરિકાએ યમન પર ૧૩૫થી વધુ ટોમાહૉક મિસાઇલો છોડી છે અને ૭ હવાઈ હુમલા કર્યા છે, એક અંદાજ મુજબ, આ હુમલાઓ કરવા માટે ઓછામાં ઓછા ૪૨૦ મિસાઇલો અને બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more