નવી દિલ્હી : ભારતના મુન મિશન ચન્દ્રયાન-૨ને ભલે અપેક્ષા મુજબની સફળતા મળી નથી પરંતુ અંતરિક્ષના ઇતિહાસમાં નજર કરવામાં આવે તો હારમાં જ જીતના રાજ છુપાયેલા રહ્યા છે. અંતરિક્ષમાં હારમાં જ જીતની પટકથા રહેલી છે. અમેરિકા અને રશિયા જેવા દેશો પણ અનેક વખત ફ્લોપ સાબિત થઇ ચુક્યા છે. અનેક વખત ફ્લોપ સાબિત થયા બાદ આ દેશો ચન્દ્રને સ્પર્શ કરવામાં સફળ રહ્યા હતા. ભારતના ચન્દ્રયાન-૨ મિશનને ઇચ્છા મુજબની સફળતા મળી ન હતી.
ચન્દ્રયાન-૨ ચન્દ્રની સપાટી પર લેન્ડ કરવાથી મિનિટો પહેલા જ માર્ગ પરતી ભટકી જતા નિષ્ફળતા હાથ લાગી હતી. જા કે ઇસરોએ આ પ્રયોગના કારણે પોતાની ક્ષમતાને વધારે મજબુત કરી દીધી છે. અંતરિક્ષના અભિયાનમાં પોતાની ઓળખ અને તાકાત વધારી દીધી છે. એવુ નથી કે માત્ર ભારત જ સોફ્ટ લેન્ડિંગથી ચન્દ્ર પર ચુક કરનાર છે.
અમેરિકા અને રશિયા જેવા દેશોને પણ ચન્દ્ર અભિયાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી ચુક્યો છે. શરૂઆતમાં ચન્દ્ર પર પહોંચવા માટેનો સફળતાનો દર ઓછો હતો. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વિકસિત થતી રહી છે તેમ તેમ સફળતા પણ મળતી રહી છે. અમેરિકા પોતાના કુલ ચન્દ્ર મિશન પૈકી ૨૬માં ફ્લોપ રહ્યુ છે.
જ્યારે રશિયાને ૧૪ વખત નિષ્ફળતા મળી હતી.ચન્દ્રના સાઉથ પોલની સપાટી પર સોફ્ટ લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસને એક નાનકડા ફટકા તરીકે ગણવામાં આવે છે. આ ફટકા બાદ ઇસરો વધારે તૈયારીમાં ભવિષ્યમાં રહી શકે છે. ચન્દ્રયાન-૨ મિશન પૂર્ણ રીતે ફ્લોપ નથી. રશિયાના ત્રણ મિશન સફળ રહ્યા છે. રશિયાએ જાન્યુઆરી ૧૯૬૬માં પ્રથમ વખત ચન્દ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી હતી. આ મિશન દ્વારા ચન્દ્રની સપાટીના ફોટો મોકલવામાં આવ્યા હતા.