અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદીલી ખતરનાક વળાંક લઇ રહી છે. આનુ પરિણામ એ આવ્યુ છે કે ઇરાને બહુપક્ષીય સમજુતી હેઠળ યુરેનિયમ સંવર્ધનને લઇને નક્કી કરવામાં આવેલી આયાત મર્યાદાને તોડી દેવાનો નિર્ણય કર્યો છે. તેના પર લાગુ કરવામાં આવેલી શરતોને ઇરાને તોડી દીધી છે. પરમાણુ હથિયારોના વિસ્તારને રોકવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસ છતાં આ ૨૧મી સદીમાં સૌથી મોટો ફટકો પડી ગયો છે. ગયા મહિનામાં અમેરિકાએ છેલ્લી ઘડીએ ઇરાનની સામે લડાઇનો ફેંસલો ટાળી દીધો હતો. જેનાથી એવુ લાગુ રહ્યુ હતુ કે સ્થિતામાં સુધારો શક્ય બનશે.
જો કે આ બાબત શક્ય બની શકી નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના દિવસે ઇરાન માટે સંવર્ધિત યુરેનિયમની મર્યાદા પાર ન કરવાની ચેતવમી જારી કરી હતી. જો કે ઇરાને ચેતવણીની એસી તેસી કરીને પોતાની ઇચ્છા મુજબ યુરેનિયમ સંવર્ધનની વાત કરી છે. અમેરિકા તેની સાથે ખરાબ વર્તન કરી શકે છે તેવી વાત કરવામાં આવી છે. ઇરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જવાદ જરિફે હાલમાં નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે યોજનાના આધાર પર ૩૦૦ કિલોગ્રામની મર્યાદા પાર કરી લીધી છે. જો કે તેમને કહ્યુ છે કે પોતાનુ આ પગલુ ઇરાન પરત લઇ શકે છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના મહાનિર્દેશકે કહ્યુ છે કે ઇરાને ચોક્કસપણે યુરેનિયમની મર્યાદા પાર કરવાની વાત યોગ્ય છે. આ મુદ્દા પર બ્રિટને પણ અમેરિકાનુ સમર્થન કર્યુ છે. સાથે સાથે કહ્યુ છે કે ઇરાને આ પ્રકારના પગલા લેવાથી બચવાની જરૂર છે. વ્હાઇટ હાઉસે કહ્યુ છે કે જ્યાં સુધી ઇરાન પરમાણુ સમજુતીનો ભંગ કરશે ત્યાં સુધી અમે દબાણ લાવતા રહીશુ. ઇરાને સમજુતીનો ભંગ ક્યા સ્તર પર પણ કઇ રીતે કર્યુ છે તે અંગે કોઇ વાત કરવામાં આવી નથી. ઇરાને હમેંશા કહેતુ રહ્યુ છે કે તે પરમાણુ સમજુતીથી દુર થવા માટે ઇચ્છુક નથી.
ઇરાનના કેવા પગલાને તે યોગ્ય રીતે તે ગણશે તે અંગે અમેરિકા વાત કરી રહ્યુ નથી. જો કે હવે નવા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદ ઇરાન ભારે લાલઘુમ છે. તે કોઇ પ્રતિબંધ હેઠળ રહેવા માટે તૈયાર નથી. અમેરિકાની સામે ઝુંકવા માટે પણ તૈયાર નથી. અમેરિકા પણ સારી રીતે જાણે છે કે ઇરાન સાથે યુદ્ધ તેના માટે પણ ખુબ ઘાતક છે. પરંતુ કદાચ ઇરાનને પોતાની શરતો પર રાજી કરવાની ઇચ્છા ટ્રમ્પ ધરાવે છે. અમેરિકાના કેટલાક નિષ્ણાંતો કહે છે કે વ્હાઇટ હાઉસની ઇચ્છા વાતચીતમાં દેખાઇ રહી નથી. માત્ર પોતાની જીદ્દી વલણના કારણે આ પ્રકારની જટિલ સ્થિતી ઉભી કરવામાં આવી રહી છે.
જે વિશ્વના દેશો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. અમેરિકા પોતાની જીદ્ના માટે સમગ્ર દુનિયાને મુશ્કેલીમાં મુકવા માટેના પ્રયાસ કરી રહ્યુછે. હાલમાં ચાલી રહેલી કટોકટી વધારે ગંભીર બનવા માટેના સંકેત દેખાઇ રહ્યા છે. વિશ્વ વેપારને પણ અસર કરવા માટે ટ્રમ્પ ઇચ્છુક છે. વિશ્વના દેશોના હિતમાં વાતચીત કરીને વિવાદનો ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. હાલમાં તો વિવાદ વહેલી તકે ઉકેલાય તેવી શક્યતા દેખાઇ રહી નથી.