અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ અને ટ્રાફિક તંત્રની મદદથી વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે ેબાંધકામો, દબાણો અને અવરોધો હટાવવાની ઐતિહાસિક અને બહાદુરીભરી કામગીરી આરંભી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ હેઠળ આજે સરખેજ રોડ,શાહીબાગ, અસારવા, નારણપુરા તેમજ રામોલ સર્કલ સહિતના વિસ્તારમાં તંત્ર ત્રાટક્યું હતું. આ તમામ વિસ્તારોના રોડ પરના ગેરકાયદે શેડ, ઓટલા, ક્રોસ વોલ, લારી-ગલ્લા સહિતનાં દબાણ-બાંધાકમો દૂર કરાયા હતા. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સીધા આદેશ હેઠળ છેલ્લા દસ-બાર દિવસથી સમગ્ર અમદાવાદમાં રોડ પરનાં દબાણો દૂર કરવાનું ઓપરેશન ડિમોલિશન તંત્ર દ્વારા હાથ ધરાયું છે. તંત્રના ઓપરેશન ડિમોલિશનને લોકોનો ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉત્તર ઝોનના એકાદ-બે અપવાદ સિવાય હજુ સુધી ક્યાંય ખાસ વિરોધ દબાણકર્તાઓ દ્વારા થતો નથી. દરમ્યાન આજે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે શાહીબાગ, અસારવામાં આવેલા વિઠ્ઠલનગર ચાર રસ્તાથી એફએસએલ ચાર રસ્તા અને ત્યાંથી રામેશ્વર ચાર રસ્તા સુધીના આશરે ચાર કિ.મી. લાંબા રોડ પરનાં દબાણને હટાવવાની કામગીરી સવારથી હાથ ધરી હતી. જયારે પશ્ચિમ ઝોનમાં સત્તાવાળાઓ નારણપુરા એઇસી વિસ્તારમાં ત્રાટક્યા હતા. તો, પૂર્વ ઝોનમાં સરદાર પટેલ રિંગરોડ પરના દાસ્તાન ફાર્મથી રામોલ સર્કલ સુધીના આશરે ૭ કિ.મી. લાંબા રસ્તા પરનાં દબાણ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી. જ્યારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ દ્વારા આજે પણ સતત પાંચમા દિવસે સરખેજ ચોકડીથી શાંતિપુરા સર્કલ સુધી રોડ પરનાં દબાણને જેસીબી મશીનની સહાયથી હટાવવાની કામગીરી આગળ ધપાવાઇ હતી. સરખેજ રોડ અને સાણંદ વિસ્તારમાં અમ્યુકો તંત્રએ મોટાપાયે ગેરકાયદે બાંધકામો અને દબાણો આજે પણ દૂર કર્યા હતા. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રજની પટેલની ઓફિસના પાટિયા અને દબાણને પણ દૂર કરાતાં સ્થાનિક લોકો તંત્રની ન્યાયી કામગીરીને બિરદાવી હતી. અમ્યુકો તંત્ર દ્વારા આવતીકાલે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશન ડ્રાઇવ ચાલુ રાખવામાં આવનાર છે. બીજીબાજુ, અમ્યુકો, પોલીસ અને ટ્રાફિક તંત્રની સાથે સાથે આજે આરટીઓના અધિકારીઓ અને ઇન્સ્પેકટરોએ પણ શહેરના પશ્ચિમ વિસ્તારની કેટલીક શાળાઓમાં અચાનક ચકાસણી ઝુંબેશ હાથ ધરી હતી. આરટીઓના ૩૦થી વધુ ઇન્સ્પેકટરોની મદદથી પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયા, ભૂયંગદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં સાતથી વધુ શાળાઓમાં આરટીઓ નિયમ અંગેની ચકાસણી ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં સ્કૂલવાન, રીક્ષાઓ અને સ્કૂલબસના ડ્રાઇવરોની પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. કસૂરવારોના કિસ્સામાં આરટીઓ તંત્ર દ્વારા પણ દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ હતી.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more