ડો. ભીમરાવ આંબેડકરનાં જન્મ દિવસને સમગ્ર ભારતમાં આંબેડકર જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ઘણા લોકો તેને ભીમ જયંતી પણ કહે છે. ડો. ભીમરાવ આંબેડકરનું ભારતીય સંવિધાનનાં બંધારણમાં મોટુ યોગદાન રહ્યું છે. તેમણે જ ભારતીય બંધારણનાં ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા. તે એક મહાન માનવઅધિકાર કાર્યકરતા હતા. તેમણે ભારતનાં નિમ્ન સ્તરનાં સમૂહદાયને પણ સમાન હક આપવાની લડતમાં સિંહફાળો ભજવ્યો હતો. તેમની વિચારધારા એવી હતી કે દરેક વ્યક્તિને સમાનહક મળે અને ભારતના તમામ નાગરિકને શિક્ષા અને પાયાની સુવિધા પ્રાપ્ત થાય. તેઓને તેમનાં ઉમદા કાર્ય માટે આજે આટલા વર્ષ પછી પણ યાદ કરવામાં આવે છે. આજે માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ તેમના નામનો ડંકો વાગે છે અને તેમની યાદમાં આજના દિવસની ઉજવણી થાય છે. તેમણે ભારતવાસીઓને ઘણાં ઉમદા વચનો શીખવાડ્યા છે. ચલો આજના દિવસે તેમના આ વચનોને યાદ કરીએ.
- જીવન લાંબુ નહીં પણ મહાન હોવુ જોઈએ.
- હું એવા ધર્મને માનુ છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવાડે છે.
- સારા અર્થશાસ્ત્ર માટે નૈતિકતા જરૂરી છે.