પાલનપુર: યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થયા બાદ આજે મેળાના ત્રીજા દિવસે યાત્રીકોની કુલ સંખ્યા ૧૩ લાખથી વધુ પહોંચી ગઈ હતી. ખેડબ્રહ્મા તરફથી યાત્રીકોની ભરચક સંખ્યા અંબાજી તરફ શ્રદ્ધા અને ભક્તિના સથવારે આગળ વધી રહી છે. દાતાથી અંબાજી તરફ પણ યાત્રીકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અંબાજી મેળા પ્રસંગે અંબાજી જતા તમમ રસ્તાઓ ઉપર શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક આગળ વધી રહ્યા છે.
બીજી બાજુ માતાના દર્શન માટે પણ લાંબી લાઈનો અકબંધ રહી છે. રસ્તાઓ ઉપર જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. માઈભક્તો દ્વારા રસ્તાઓ ઉપર ઠેર ઠેર ચા-પાણી, નાસ્તા, વિસામો, જમવાની વ્યાપક સુવિધા ગોઠવામાં આવી છે. અંબાજી મેળા ઉપર કલેક્ટર સંદીપ સાગલેની સીધી નજર રહેલી છે. મેળાને સફળ બનાવવા તમામ તૈયારીઓ કરાઈ છે. શક્તિપીઠ આરાસુરીમાં મા અંબેનું અંબાજી ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનું અને અર્બુદાચલ આબુ પર્વત પર અદ્ધર (હોઠ)નો ભાગ પડ્યો હોવાનું માનવામાં આવે છે. અભૂતપૂર્વ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આજે પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી. કલાકો સુધી લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા.
બીજી બાજુ પગપાળા સંઘ પણ અભૂતપૂર્વ સંખ્યામાં રસ્તાઓમાં પહોંચી રહ્યા છે. અંબાજી દેવસ્થાન દ્વારા પણ રસ્તાઓ ઉપર યાત્રીઓ માટે ઘણા સ્થળોએ પાકા સેડ બનાવવામાં આવ્યા છે. મેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ૮૧ જગ્યાએ હંગામી વોટરપ્રુફ વિશાળ શેડ બનાવવામાં આવ્યા છે. અંબાજી મંદિરમાં લાઈન ઉભા રહેલા દર્શનાર્થીઓને સ્વયંસેવકો દ્વારા જળ સેવા આપવામાં આવી રહી છે. યાત્રીકો માટે રેલિંગ અલગ વ્યવસ્થા છે. દર્શન કરીને બહાર આવતા દર્શનાર્થીઓના ચહેરા પર આનંદ સંતોષની લાગણી જાવા મળી રહી છે. આ મેળો ૨૫મી સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. મેળાને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જાવા મળી રહ્યો છે. મેળાના પરિણામ સ્વરુપે અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાવા મળી રહી છે. જુદી જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સંગઠનોના સ્વૈÂચ્છક લોકો સેવા માટે સક્રિય થયા છે. શ્રદ્ધાળુઓની સેવા માટે ચા-કોફી, નાસ્તા અને ભોજન માટે શિબિર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. આ પદયાત્રીઓ માતાના દર્શન કરવા માટે ઉત્સાહિત થયેલા છે.
યાત્રીઓની સુવિધાને ધ્યાનનમાં લઇને એસટી વિભાગ તરફથી પણ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રથી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માતાના દર્શન સરળરીતે કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તૈયારીઓને ધ્યાનમાં લઇને પહેલાથી જ તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. માતા અંબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો જાવા મળી રહ્યો છે. ગાંધીનગર, અમદાવાદથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. મોટા ચિલોડા, હિંમતનગર થઇને અંબાજી જતા માર્ગો પર જય અંબેના જયઘોષ સાંભળવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા અભૂતપૂર્વ જોવા મળી રહી છે.